Home Gujarat Gujarat Rajkot False Document Janseva Kendra Arrested 6 Accused Crime Branch

જનસેવા કેન્દ્રમાં નકલી ડોક્યુમેન્ટ બને છે? : છેલ્લા દોઢ વર્ષથી ચાલતા બનાવટી ડોક્યુમેન્ટનું જનસેવા કેન્દ્ર વિશે જાણો

જનસેવા કેન્દ્રમાં નકલી ડોક્યુમેન્ટ બને છે?
Published by: OBS Bureau
Last Updated: Jul 25, 2025, 06:10 AM IST

ગુજરાતના રાજકોટ શહેરના હનુમાનમઢી ચોક ખાતે છેલ્લા દોઢ વર્ષથી નકલી ડોક્યુમેન્ટ બનાવવાનું જનસેવા કેન્દ્ર ચાલતું હતું. આ કામના આરોપમાં 6 આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા.


કઈ રીતે કરતા હતા આવા કામ?

સર્વપ્રથમતો સાર્થક બોરડ અને ધનપાલ બોરીચા નામના વ્યક્તિઓએ આધાર કેન્દ્રની મંજૂરી મેળવી હતી અને ત્યારબાદ તેમના સાથીઓ બિપિન ઉર્ફે વિશાલ ચોવટીયા અને જુગેશ બેસરા નામના વ્યક્તિઓ ગ્રાહકો શોધી લાવતા હતા આ ઉપરાંત અન્ય 2 ગઠિયાઓ રવિ ધધણીયા અને હરેશ સાકરીયા ફોટોશોપ સહિતના સોફ્ટવેરના માધ્યમથી ડોક્યુમેન્ટ એડિટ કરતા હતા.

આ કામ માટે ગ્રાહકો પાસેથી 500 થી 700 રૂપિયા વસુલાતા હતા. આધાર કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટ ન હોય તો બનાવટી ડોક્યુમેન્ટ બનાવી આપતા હતા.


કયા કયા બનાવટી ડોક્યુમેન્ટ બનાવતા હતા?

આ ગઠિયાઓ આધારકાર્ડ, પાનકાર્ડ, મેરેજ સર્ટિફિકેટ જેવા અન્ય ડોક્યુમેન્ટ બનાવી આપતા અને પ્રથમ તેઓ તેને કોઈના નામથી એડિટ કરતા અને ત્યારબાદ તેને વેબસાઈટ પર અપલોડ કરતા હતા. ખાસ કરીને આધારકાર્ડમાં ખોટી રીતે ચેન્જીંગ કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચને અત્યાર સુધી 58 જેટલા બનાવટી દસ્તાવેજો મળી આવ્યા છે અને આગળ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now