Gujarat Rain Update: ચોમાસા દરમિયાન સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. જે અંતર્ગત આજે સવારે 6:00 થી સાંજે 6:00 કલાક સુધીમાં રાજ્યમાં સૌથી વધુ અમદાવાદના દસક્રોઈ તાલુકામાં 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે ખેડાના નડિયાદ અને મહેમદાવાદ તાલુકામાં 8-8 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
કઠલાલ તાલુકામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના અહેવાલ મુજબ, ખેડાના માતર તાલુકામાં 7 ઇંચ કરતાં વધુ તેમજ વસો, મહુધા અને કઠલાલ તાલુકામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આણંદના ઉમરેઠ અને ખેડા તાલુકામાં 4-4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
જુઓ સવારે 6થી સાંજના 6 વાગ્યા સુધી ક્યાં કેટલો વરસ્યો
30 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો
રાજ્યના 8 તાલુકામાં 3 ઇંચ કરતા વધુ વરસાદ, 18 તાલુકામાં 2 ઇંચથી વધુ, 30 તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, કુલ 112 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તા. 27 જુલાઈ, 2025ના રોજ સવારે 6:00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 58 ટકા નોંધાયો છે, જેમાં સૌથી વધુ કચ્છ વિસ્તારમાં 64 ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્ર વિસ્તારમાં 54 ટકા જેટલો નોંધાયો છે.

_1161e05e-9ee8-4ce3-bc6c-b57dd04210d7.jpg)



