Home Gujarat Gujarat Rain Update 203 Rainfalls In Last 24 Hours 29 Dams On High Alert

ગુજરાતમાં જામ્યો અષાઢિયો માહોલ : છેલ્લા 24 કલાકમાં 203 તાલુકામાં વરસાદ, 29 ડેમ હાઈએલર્ટ પર, 13 NDRFની ટીમો તૈનાથ

ગુજરાતમાં જામ્યો અષાઢિયો માહોલ
Published by: OBS Bureau
Last Updated: Jul 07, 2025, 04:52 AM IST

ગુજરાતમાં ચોમાસાની સિઝન ભારે જામી છે. જેમાં ક્યાંક મહેર તો ક્યાંક તારાજીના પણ દર્શ્યો સર્જાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદની વાત કરીએ તો 203 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ડોલવણમાં સૌથી વધુ 6.18 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે સુબિરમાં 5.2 ઇંચ, બારડોલીમાં 4.92 ઇંચ, પલસાણામાં 4.45 ઇંચ, વલભીપુરમાં 4.09 ઇંચ અને વ્યારામાં 3.9 ઇંચ વરસાદ નોંધાયો છે. વાંસદા, સોનગઢ, વઘઈ, વાલોદ, ભાવનગર, સુરત, ડાંગના આહવા અને વાગરા સહિત અનેક વિસ્તારોમાં પણ 2.5 થી 3.5 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં ડેમોની સ્થિતિ
આ સિઝનમાં ભારે વરસાદના પગલે રાજ્યના 206 ડેમોમાંથી 29 ડેમ હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. 17 ડેમ એલર્ટ પર છે અને અન્ય 17 ડેમ વોર્નિંગ મોડ પર છે. સૌરાષ્ટ્ર અને કચ્છના 19 ડેમો 100% ભરાઈ ચૂક્યા છે. કુલ 20 ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ ગયા છે, જ્યારે 43 ડેમ 70થી 100% વચ્ચે, 46 ડેમ 25થી 50% વચ્ચે અને 48 ડેમ માત્ર 25% કરતા ઓછા જળસ્તર પર છે.
આ ચોમાસામાં એસ ટી બસને પણ અસર થઈ!
વરસાદના કારણે એસ.ટી. બસ સેવા પર પણ અસર થઈ છે. 11 રૂટ બંધ કરવામાં આવ્યા છે અને 34 બસ ટ્રીપો રદ કરવામાં આવી. વીજ પુરવઠા પર પણ અસર જોવા મળી છે, જેમાં રાજ્યના 14,332 જેટલા ગામોમાં વીજ વિક્ષેપ થયો છે.
33 જિલ્લાઓમાં કુલ 13 NDRFની ટીમો તૈનાથ
સુરક્ષા પગલાઓ રૂપે રાજ્યના 33 જિલ્લાઓમાં કુલ 13 એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. માછીમારોને 10 જુલાઈ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now