Home Gujarat Gujarat Rain Rain In 181 Talukas In 24 Hours

Gujarat Rain 24 કલાકમાં 181 તાલુકામાં મેઘરાજાની સટાસટી : 72 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ ખાબક્યો, જુઓ ક્યાં કેટલો વરસ્યો

Gujarat Rain 24 કલાકમાં 181 તાલુકામાં મેઘરાજાની સટાસટી
Published by: OBS Bureau
Last Updated: Jul 27, 2025, 05:10 AM IST

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં 72 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ અને 37 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
વડગામમાં સૌથી વધુ 7.5 ઇંચ વરસાદ નોંધાયો

બનાસકાંઠાના વડગામમાં સૌથી વધુ 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અરવલ્લીના મોડાસામાં 6.22 ઇંચ, સાબરકાંઠાના તલોદમાં 5.31 ઇંચ, દેહગામમાં 4.80 ઇંચ અને કપરાડામાં 4.62 ઇંચ વરસાદ નોંધાયો છે. મહેસાણા અને લુણાવાડામાં 3.9 ઇંચ, ધરમપુરમાં 3.7 ઇંચ અને પ્રાતિજમાં 3.6 ઇંચ વરસાદ પડ્યો છે.


જુઓ ક્યાં કેટલો વરસાદ વરસ્યો

2 કલાકમાં 103 તાલુકાઓમાં વરસાદ નોંધાયો

આજે સવારે 6 થી 8 કલાકના દરમિયાન માત્ર બે કલાકમાં 103 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં ખેડાના મહેમદાવાદમાં 3.7 ઇંચ, ભીલોડામાં 2.6 ઇંચ, કઠલાલામાં 2.3 ઇંચ, વઘઈમાં 2.3 ઇંચ અને બાવળામાં 1.8 ઇંચ વરસાદ નોંધાયો છે.

સ્થાનિક નદીઓમાં જળ સ્તર વધ્યું

વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં જળ સ્તર વધ્યું છે તેમજ વોકળા ફરી જીવંત થયા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં કેટલીક જગ્યાએ પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now