Home Gujarat Gujarat Rain In 15 Districts Yellow Alert

ગુજરાતના 15 જિલ્લાઓમાં વરસાદને લઈ યલો એલર્ટ : માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, જાણો હવામાનની આગાહી

ગુજરાતના 15 જિલ્લાઓમાં વરસાદને લઈ યલો એલર્ટ
Published by: OBS Bureau
Last Updated: Jul 01, 2025, 05:41 AM IST

ગુજરાતમાં વરસાદનું જોર યથાવત જોવા મળી રહ્યો છે. આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જો કે, આ બધાની વચ્ચે ફરી એકવાર હવામાન વિભાગની ફરી એકવાર આગાહી સામે આવી છે.જે મુજબ ગુજરાતમાં હજુ પાંચ દિવસ વરસાદી માહોલ જોવા મળશે.
15 જિલ્લાઓમાં યલો એલર્ટ
ગુજરાતમાં હાલમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના કુલ 15 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
ક્યાં જિલ્લાઓમાં પલો એલર્ટ
સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. તો આ તરફ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને વડોદરા જિલ્લામાં પણ વરસાદની તીવ્રતા વધુ રહેશે તેવી શક્યતા છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને ભારે પવન પણ ફૂંકાઈ શકે છે..
માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. રાજ્યના તમામ નાગરિકોને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવા અને જરૂર જણાય તો સ્થાનિક તંત્ર સાથે સંપર્કમાં રહેવાની અપીલ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now