Home Gujarat Gujarat Rain Gujarat Rain Forecast Red And Orange Alert

ગુજરાતમાં 'ભુક્કા' બોલાવશે વરસાદ! : 14 જિલ્લામાં રેડ એલર્ટ, કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં 'ભુક્કા' બોલાવશે વરસાદ!
Published by: OBS Bureau
Last Updated: Jul 28, 2025, 05:35 AM IST

ગુજરાતમાં વરસાદે ફરી એકવાર જોર પકડ્યું છે અને હવામાન વિભાગે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી સાથે ચેતવણી આપી છે. રાજ્યના 14 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


વરસાદને લઈ રેડ એલર્ટ

અમદાવાદ અને ગાંધીનગર સહિત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, વડોદરા, મહિસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં આજે ભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદથી નદીઓમાં વહેણ વધવાની, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને વાહન વ્યવહાર ખોરવાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર

જ્યારે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, એટલે કે આ વિસ્તારોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now