Home Gujarat Gujarat Rain Forecast Warning Of Heavy Rain In North Gujarat

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી : 9 જિલ્લામાં રેડ એલર્ટ, 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન, જાણો લેટેસ્ટ આગાહી

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી
Published by: OBS Bureau
Last Updated: Jul 27, 2025, 06:23 AM IST

ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે વધુ એકવાર આગાહી કરી છે. જે મુજબ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 9 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.


આ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ખેડા, સુરેન્દ્રનગરમાં આગામી 3 કલાક ભારેની શક્યતાઓ છે. કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે


5 જિલ્લાઓમાં રેડ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા રાજ્યના દમણ, દાદરા, ડાંગ, નવસારી, વલસાડ અને નગર હવેલીમાં ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે. આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તે જ સમયે, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરતમાં આજે ભારે વરસાદ પડશે. આ ઉપરાંત, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, પંચમહાલ, દાહોદમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, બોટાદ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં હળવા વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે 27 જુલાઈએ એટલે કે, નર્મદા, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.તે સાથે જ અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, વડોદરા, પંચમહાલ, સુરચ, ભરૂચમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 28મી જુલાઈએ ખેડા, વડોદરા, પંચમહાલ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, નર્મદા, સુરત, તાપી, નવસારી જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી છે. તે જ સમયે, 29 જુલાઈના રોજ વલસાડ, દાહોદ, અમરેલી, ભાવનગર, નવસારી, મહિસાગર અને સાબરકાંઠામાં યલો એલર્ટ છે. બીજી તરફ, 30-31 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જામનગર, ખેડા, વડોદરા અને સમગ્ર મધ્ય ગુજરાતમાં ઘણી જગ્યાએ હળવો વરસાદ પડવાની સંભાવના છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now