Gujarat IPS Ego Clash: ગાંધીનગરથી આઈપીએસ કક્ષાના અધિકારીઓના વિખાવાદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. માહિતી એવી સામે આવી રહી છેકે, હાલ ગુજરાતના DGP વિકાસ સહાય, રાજકુમાર પાંડિયન અને નિર્લિપ્ય રાયને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું તેડું આવ્યું છે.
ગુજરાતમાં IPS અધિકારીઓના આંતરીક વિખવાદ મુદ્દે ગાંધીનગર ખાતે હાઈલેવલ બેઠક મળી છે. આ બેઠક અંતર્ગત ગાંધીનગર ખાતે DGP વિકાસ સહાય, adgp રાજ કુમાર પાંડિયન, SMC વડા નિર્લિપ્ત રાય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળવા પહોંચ્યા છે. પોલીસની જ એજન્સી પર બીજી પોલીસ એજન્સી દ્વારા રેડ પડાવવાનો મામલો હાલ ટોક ઓફ ધ સ્ટેટ બન્યો છે. ત્યારે DGPની સૂચનાથી SMC એટલેકે, સ્ટેટ મોનિટરિંગ સેલે CID crimeની અરજીઓની તપાસ કરી હોવાની વાત પણ સામે આવી છે. એવી પણ ચર્ચા છેકે, રાજ્યમાં સિનિયર IPS અધિકારીઓના ઈગો ક્લેશના વિખવાદના કારણે આ વિવાદ થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
ઉલ્લેખનીય છેકે, હાલ ગૃહ રાજ્યમંત્રી ગુજરાતમાં ઓલિમ્પિકના આયોજનને લઈને કોમનવેલ્થની ટીમને મળવા લંડન પ્રવાસે ગયા હતા. કારણકે, હર્ષ સંઘવી પાસે રમત-ગમત વિભાગ પણ છે. ગૃહ રાજ્યમંત્રી વિદેશ પ્રવાસે હોવાથી આઈપીએસ લોબીનો આંતરિક ગજગ્રાહ સપાટી પર આવી ગયો હોવાનું સામે આવ્યું છે. રાજકીય ગલિયારોમાં એવી ચર્ચા છેકે, રાજ્યના એક આઈપીએસ અધિકારીએ જ મોટો ખેલ પાડી દીધો છે.
ગૃહ રાજ્યમંત્રીની ગેરહાજરીનો લાભ લઈને પહેલાં ક્યારેય ન બની હોય એવી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ચર્ચા એવી છેકે, પોલીસ વિભાગની એક એજન્સી દ્વારા પોલીસ વિભાગની જ બીજી એજન્સીની ઓફિસ પર રેડ પડાવવામાં આવી છે. આ રેડ બાદ એક પીએસઆઈને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જોકે આ રેડ અરજીઓ દબાઈ રાખવા અને તેમાં ભ્રષ્ટાચારની ગંધ આવતી હોવાની વાત હાલ ચર્ચાનો વિષય બની છે. જેમાં આઈપીએસ અધિકારીઓ વચ્ચેના ઈગોની લડાઈને પગલે આ બબાલ ઉભી થઈ હોવાની પણ ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.
પાલિકાની ચૂંટણી પહેલા કોર્પોરેશનની કામગીરીની પોલ ખુલી: ચૂંટણી ટાણે એવું તો શું થયું કે, હચમચી ગયું આખું પાલિકા તંત્ર?






