Gujarat Police: ગુજરાત પોલીસ વિભાગ હવે આધુનિક ટેકનોલોજી અને કરકસરયુક્ત વહીવટ તરફ ડગ માંડી રહ્યું છે. રાજ્યના પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવ દ્વારા તાજેતરમાં તમામ ફિલ્ડ યુનિટ, શહેર અને જિલ્લા પોલીસ વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને ઈંધણ (Fuel) અને અન્ય સરકારી સંસાધનોનો બચાવ કરવા માટે મહત્વની સૂચનાઓ જારી કરવામાં આવી છે.
વીડિયો કોન્ફરન્સ અને ડિજિટલ માધ્યમો પર ભાર
વહીવટી પ્રક્રિયામાં ઝડપ લાવવા અને મુસાફરી ખર્ચ ઘટાડવા માટે હવેથી તમામ પ્રકારની મીટિંગો અને ક્રાઈમ કોન્ફરન્સ ફરજિયાતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જ કરવાની રહેશે. તપાસ અધિકારી અને સુપરવિઝન અધિકારી વચ્ચેની ચર્ચાઓ પણ ટેલિફોનિક માધ્યમથી પૂર્ણ કરવા આદેશ અપાયો છે.
હવેથી પોલીસ જાહેરમાં સરઘસ નહીં કાઢી શકે! : DGP દ્વારા તમામ પોલીસ અધિકારીઓ માટે કડક લેખિત આદેશ
કોર્ટની કામગીરીમાં 'ન્યાયશ્રુતિ' પ્રોજેક્ટને પ્રાધાન્ય
કોર્ટના કામકાજ માટે પોલીસ અધિકારીઓએ હવે બિનજરૂરી મુસાફરી કરવાની રહેશે નહીં. 'ન્યાયશ્રુતિ' પ્રોજેક્ટ હેઠળ વિટનેસ ડિપોઝીશન સેન્ટર દ્વારા ઓનલાઈન વીડિયો કોન્ફરન્સથી સાક્ષીઓને રજૂ કરવા. કેદીઓને કોર્ટમાં રૂબરૂ લઈ જવાને બદલે વીડિયો કોન્ફરન્સનો વધુમાં વધુ ઉપયોગ કરવો. સરકારી વકીલ સાથેના બ્રિફિંગ માટે રૂબરૂ જવાને બદલે ટેલિફોન કે અન્ય ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવો.
વાહનોના વપરાશ અને પાયલોટીંગ પર નિયંત્રણ
ઈંધણના વપરાશને મર્યાદિત કરવા માટે વાહનોના ઉપયોગ અંગે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. એસ્કોર્ટ અને પાયલોટીંગની સુવિધા માત્ર નક્કી કરેલી કેટેગરીના મહાનુભાવોને જ મળશે. અનિવાર્ય સંજોગોમાં પાયલોટીંગ માટે શહેરોમાં મોટરબાઈક અને હાઈવે પર જ ફોર-વ્હીલરનો ઉપયોગ કરવો.
બંદોબસ્ત માટે નજીકના પોલીસ સ્ટેશનથી સ્ટાફ ફાળવવો અને અલગ-અલગ વાહનોને બદલે નક્કી કરેલા પીક-અપ પોઈન્ટથી એક જ વાહનમાં અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરવી. આ નિર્ણયનો મુખ્ય હેતુ સરકારી તિજોરી પર પડતો ભાર ઘટાડવો, પોલીસ અધિકારીઓના સમયનો બચાવ કરવો અને ટેકનોલોજીના માધ્યમથી કામગીરીને વધુ પારદર્શક અને ઝડપી બનાવવાનો છે.





