Home Gujarat Gujarat Next Five Days Rain Forecast

ગુજરાતમાં મેઘરાજાની 'હલચલ' કેવી રહેશે? : ઉત્તરથી લઈ દક્ષિણ, કચ્છથી લઈ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

ગુજરાતમાં મેઘરાજાની 'હલચલ' કેવી રહેશે?
Published by: OBS Bureau
Last Updated: Jul 17, 2025, 05:33 AM IST

ગુજરાતમાં ઘમધોકાર વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 17 જુલાઈના રોજ રાજ્યમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

18 જુલાઈએ આ વિસ્તારમાં મેઘ મહેર!

18 જુલાઈના રોજ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

19 જુલાઈની આગાહી

19 જુલાઇએ સમગ્ર રાજ્યના અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

20 જુલાઇએ ક્યાં વરસાદ પડશે?

20 જુલાઇના રોજ સમગ્ર રાજ્યમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

21 જુલાઈની આગાહી

21 જુલાઇના રોજ છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now