Home Gujarat Gujarat News Surendranagar Stunts Bharuch Students Are In Danger

ચોટીલામાં સ્ટંટબાજ બેકાબૂ! : ભરૂચ રિક્ષામાં ભરી ભરચક, કોણ સમજવાશે આ 'મોત' નોતરવાનો મારગ નથી!

ચોટીલામાં સ્ટંટબાજ બેકાબૂ!
Published by: OBS Bureau
Last Updated: Nov 28, 2025, 11:55 AM IST

Gujarat Dangerous Stunts: ગુજરાતમાં રસ્તા પર સ્ટંટ વધતાં જાય તેવી ઘટનાઓ ફરી સામે આવી છે. સુરેન્દ્રનગરના ચોટીલા હાઇવે અને ભરૂચ શહેરમાં બનેલા બે જુદા જુદા બનાવોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ચિંતા ફેલાઈ છે.

ચોટીલામાં મોટરસાયકલ સ્ટંટ

ચોટીલામાં નેશનલ હાઇવે પર એક યુવક મોટરસાયકલ પર જોખમી સ્ટંટ કરતા દેખાયો હતો. વ્યસ્ત હાઇવે પર યુવક ઝડપથી બાઇક દોડાવતો તથા બેફામ અંદાજમાં સ્ટંટ કરતો વીડિયો કાર ચાલકે રેકોર્ડ કરી સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે યુવક પોતાની સાથે સાથે અન્ય વાહનચાલકોના જીવને પણ જોખમમાં મૂકી રહ્યો છે.

ભરૂચમાં વિદ્યાર્થીઓની જોખમી મુસાફરીનો

ભરૂચમાં સ્કૂલ જતા વિદ્યાર્થીઓની જોખમી મુસાફરીનો વીડિયો વાયરલ થયો છે. વિડિયોમાં એક ઓટો રિક્ષામાં ક્ષમતા કરતાં વધારે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે અને કેટલાક બાળકો એક હાથ બહાર લટકાવીને મુસાફરી કરતા દેખાઈ રહ્યા છે. આવી મુસાફરી કોઈપણ ક્ષણે ગંભીર અકસ્માતનું કારણ બની શકે તેવી સ્પષ્ટ શક્યતા વિડિયોમાં જણાઈ આવે છે. જો રિક્ષા થોડી ખાબકે અથવા બ્રેક લાગી જાય તો બાળકોને મોટી ઈજા થઈ શકે તેમ છે.

આ બન્ને વીડિયો વાયરલ થતાં લોકોમાં રસ્તાની સુરક્ષા અંગે ચિંતા વધી છે. લોકો સોશિયલ મીડિયા પર પણ આ પ્રકારની બેદરકારી સામે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ