લોકોની દિવસેને દિવસે માનસિક્તા બદલાઈ રહી છે, જેમાં પણ ઝડપી પૈસાદાર બની જવું છે, જે માટે તમામ હદો પાર કરવી પડે તો કરી લે છે. આજે એક રાજકોટથી વિચિત્ર ઘટના સામે આવી છે, જ્યાં પૈસા માટે બોગસ મેડિક્લેમ કરી રૂપિયા 22 લાખ સેરવી લીધાની ઘટના સામે આવી છે. ડોક્ટરે પોતાના નામનો નકલી વીમો પકવીને વીમા કંપની સાથે છેતરપીંડિ કર્યાની ઘટના સામે આવી છે.
રાજકોટમાં વીમા કૌભાંડ!
અંકિત કાથરાણી નામના તબીબે ખોટો વીમો પકવ્યો હોવાની વિગતો સામે આવી છે. રૂપિયા 22 લાખ 49 હજારથી વધુની કિંમતનો ખોટી રીતે વીમો પકાવ્યાની ફરિયાદ નોંધાતા રાજકોટમાં ચર્ચાનો વિષય ઉભો થયો છે. રાધે હોસ્પિટલ ખાતે સારવાર કરાવી હોવાની વિગતો સાથે કેસ પેપર તૈયાર કરાયા હતા. ડો.વિપુલ બોડા દ્વારા સારવાર કરવામાં આવી હોવાની તેમજ સહયોગ ઇમેજિંગ સેન્ટર સિવિલ હોસ્પિટલ ખાતેથી ખોટા MRI, બ્રેઇન રિપોર્ટ તૈયાર કરી રજૂ કરવામાં આવ્યા હોવાની વિગતો પણ સામે આવી છે.
ખોટી રીતે વીમો પકવી, 22 લાખ સેરવી લીધા!
ડો.અંકિત કાથરાણી તેમજ તપાસમાં ખુલ્લે તે તમામ વિરુદ્ધ બોગસ દસ્તાવેજ બનાવવા, છેતરપિંડી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અગાઉ પણ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે બોગસ રીતે વીમો પકવવાનો પ્રયાસ કરવા બાબતે ડો.અંકિત કાથરાણી વિરુદ્ધ ગુનો દાખલ થઈ ચૂક્યો છે. જો કે, રાજકોટમાં બોગસ રિપોર્ટના આધારે મેડિક્લેમ મંજૂર કરાવી લેવાનું વધુ એક કૌભાંડથી તબીબી જગતને શર્મસાર કર્યો છે.






