Home Gujarat Gujarat News Rainfall In Gujarat Unseasonal Rains Wreak Havoc In Gujarat 14 People Die

ગુજરાતમાં ફરી વળ્યું મોતનું માવઠું! : અલગ-અલગ ઘટનામાં 14 લોકોના મોત, કમોસમી વરસાદના કહેરે લીધો અનેક અબોલા પશુઓનો જીવ

ગુજરાતમાં ફરી વળ્યું મોતનું માવઠું!
Published by: OBS Bureau
Last Updated: May 06, 2025, 08:18 AM IST

Gujarat Rainfall Updates: ગુજરાત માટે ગોજારો સાબિત થયો સોમવાર. 5 મેના રોજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદે કહેર વરસાવ્યો. જેને પગલે અલગ-અલગ ઘટનાઓમાં રાજ્યભરમાંથી 14 લોકોના મોત નિપજ્યાં હોવાની માહિતી સામે આવે છે. એટલું જ નહીં યમરાજ બનીને આવેલાં માવઠાએ અનેક અબોલા પશુઓને પણ મારી નાંખ્યાં. આ ઉપરાંત અનેક લોકોને કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે નાની-મોટી ઈજાઓ પણ પહોંચી છે. 

સોમવારે ભારે પવન સાથે તૂટી પડેલાં કમોસમી વરસાદના કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અનેક મકાનો, દુકાનો અને ઈમારતોને પણ નુકસાન પહોંચ્યું છે. જ્યારે ભારે પવન સાથે થયેલાં વરસાદને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થયા હોવાની પણ ઘટનાઓ સામે આવી છે. વૃક્ષો ધરાશાયી થવાને કારણે રાજ્યના અનેક રસ્તાઓ પણ બંધ થઈ ગયા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલ રૂમના સંપર્કમાં રહીને તમામ અપડેટ મેળવી હતી. સાથે જ સરકારના સંલગ્ન વિભાગોને આ સ્થિતિને પહોંચી વળવા માટે અને જરૂર પગલાં લેવા માટે ની સુચનાઓ પણ મુખ્યમંત્રી તરફથી આપવામાં આવી હતી.

ગુજરાતમાં કમોસમી વરસાદ ને કારણે થયેલા માનવ મૃત્યુની વિગતઃ
તારીખ ૪ મેં થી ૬ મેં સુધી સાવરે ૧૦ વાગ્યાં સુધી ની વિગત
રાજ્યમાં કુલ ૬ જિલ્લા મા માનવ મૃત્યુ નોંધાયા
કુલ 14 મૃત્યુ નોંધાયા 

કઈ-કઈ રીતે બની મોતની ઘટના?
વીજળી પડવાથી કુલ ૩ મોત દીવાલ પડવાથી ૧ નું મોત ઝાડ પડવાથી ૪ ના મોત મકાન પડવાથી ૧ નું મોત હોડિંગ પડવાથી ૨ ના મોત કરંટ લાગવાથી ૨ ના મોત પેરાફિટ કે પતરાની છતાં પડવાથી ૧ નું મોત

માવઠાના લીધે ગુજરાતના ક્યાં-ક્યાં બની મોતની ઘટના?
સ્થળ મોત
ખેડા 4ના મોત
વડોદરા 3ના મોત
અરવલ્લી 2ના મોત
દાહોદ 2ના મોત
વિરમગામ 1નું મોત
દસક્રોઈ 1નું મોત
અમદાવાદ 1નું મોત

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now