Home Gujarat Gujarat News Patan Radhanpur Kinjal Rabari Back Home Love Marriage Controversy

કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ સમેટાયો! : ઘરે પરત ફરી ગુજરાતી લોકગાયિકા

કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ સમેટાયો!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 14, 2026, 05:34 AM IST

પાટણમાં જાણીતી લોકગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નને લઈને ઉભો થયેલો વિવાદ હવે સમેટાયો હોવાનું સામે આવ્યું છે. પરિવારજનો અને સમાજના આગેવાનોની મધ્યસ્થી બાદ કિંજલ રબારી ઘરે પરત ફરી છે.

વિવાદ વધતા સમાજના આગેવાનો અને પરિવારજનો વચ્ચે ચર્ચા શરૂ થઈ હતી. સતત ચર્ચા અને સમજૂતી બાદ આખરે મામલો શાંત થયો હોવાનું જાણવા મળ્યું છે. જેના બાદ કિંજલ રબારી ઘરે પરત ફરી છે. એટલું જ નહિ, કિંજલ રબારીએ લગ્ન સાથે જોડાયેલી તમામ પોસ્ટ સોશિયલ મીડિયા પરથી હટાવી લીધી છે.

સિનાડ ગામે પહોંચી કિંજલ રબારી

સમાધાન બાદ કિંજલ રબારી રાધનપુરના સીનાડ ગામમાં પોતાના ઘરે પહોંચી હોવાનું સામે આવ્યું છે. પરિવાર અને સમાજના આગેવાનોની મધ્યસ્થીથી આખો વિવાદ સમેટાયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ સમગ્ર મામલે કિંજલ રબારી અથવા પરિવાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

શું હતો સમગ્ર મમલો?

કિંજલ રબારી આતંરજ્ઞાતિય લગ્નનને લઈને ચર્ચાનો વિષય બની છે. સિંગરે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને જણાવ્યું છે કે, તેમણે પોતાની પસંદગીથી અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા છે. કિંજલ રબારીએ વીડિયોમાં કહ્યું હતું કે, તેઓ રાધનપુર તાલુકાના સિનાર ગામની રહેવાસી છે અને પ્રોફેશનલ સિંગર તરીકે કામ કરે છે. તેમણે જણાવ્યું કે લાંબા સમયથી તેઓ પોતાના પરિવારને લગ્ન માટે મનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ પરિવાર આ સંબંધને સ્વીકારવા તૈયાર નહોતો.તેમણે જણાવ્યું કે પરિસ્થિતિને કારણે તેમના પતિ અશોક ચૌધરી તેમને લેવા આવ્યા અને ત્યાર બાદ બંનેએ લગ્ન કર્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now