Home Gujarat Gujarat News Gujarat Government Will Honor The Best Farmers

ગુજરાત સરકાર શ્રેષ્ઠ ખેડૂતોનું કરશે સન્માન! : સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર પેટે રૂ.1 લાખ અપાશે, જાણો અરજી કરવાની રીત

ગુજરાત સરકાર શ્રેષ્ઠ ખેડૂતોનું કરશે સન્માન!
Published by: OBS Bureau
Last Updated: Jun 27, 2025, 07:26 AM IST

ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડૂતો કે જેઓ પોતાની આગવી કોઠા સુઝથી ખેતીના વિકાસમાં નવીનતા લાવવામાં તેમજ નવીન તકનીકો રજૂ કરવા માટે કાર્ય કરે છે. તેવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અંતર્ગત રૂ. 1.00 લાખ સુધીના રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવશે.
રોકડ પુરસ્કાર આપી સન્માન કરાશે
ખેતી નિયામાકની કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે કે, આગવી કોઠાસૂઝથી કૃષિક્ષેત્રે આગવી સિદ્ધિ પ્રદાન કરેલ ખેડૂતોએ આ યોજના નો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.
અરજી ફોર્મ ક્યાં મળશે ?
અરજી ફોર્મ ખેતી નિયામકની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ યોજના વિષે વધુ જાણકારી મેળવવા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા અનુરોધ ખેતી નિયામાકની કચેરીએ કર્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now