india 79th independence day: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત રાજભવન સ્થિત તેમના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે, ત્રિરંગો ફક્ત ધ્વજ નહીં, પરંતુ આપણા સ્વતંત્રતા સંગ્રામ, બહાદુરોના બલિદાન અને રાષ્ટ્રીય એકતાનું અમર પ્રતીક છે.
_aa81014b-347f-4a78-b0ed-1459d5dc1cd2.jpeg)
તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ, 79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે 'હર ઘર તિરંગા' અભિયાન એક જન આંદોલન બની ગયું છે. આ અભિયાન દરેક નાગરિકને રાષ્ટ્ર પ્રત્યે ગૌરવ, એકતા અને જવાબદારીનો સંદેશ આપે છે.

રાજ્યપાલે રાજ્યના નાગરિકોને આ સ્વતંત્રતા દિવસ પર તેમના ઘરો, સંસ્થાઓ અને કાર્યસ્થળો પર ત્રિરંગો ફરકાવવા અને દેશની આન, બાન અને શાનનું ગૌરવ લેવા અપીલ કરી હતી.
_29886ed0-2850-4613-ad39-35613aaf3fcc.jpeg)






