Home Gujarat Gujarat News Breaking News Amreli Madresa Government Demolition Gujarat Police Offbeat Stories

મૌલવીના શંકાસ્પદ મદ્રેસા પર ફર્યું તંત્રનું બુલડોઝર! : અમરેલી જિલ્લાના ધારીના હીમખીમડીપરા વિસ્તારમાં મદ્રેસા જમીનદોસ્ત

મૌલવીના શંકાસ્પદ મદ્રેસા પર ફર્યું તંત્રનું બુલડોઝર!
Published by: OBS Bureau
Last Updated: May 13, 2025, 10:00 AM IST

અમરેલી જિલ્લાના ધારીના હીમખીમડીપરા વિસ્તારમાંથી ઝડપાયેલા શંકાસ્પદ મહમ્મદ ફજલ શેખના મદ્રેસાા પર આજે તંત્ર એ બુલડોઝર ફેરવી દીધું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ અધિકારીઓની દેખરેખ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

ધારીના પ્રાંત અધિકારી હર્ષવર્ધન સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગત પેલી મે ના રોજ અમરેલી જિલ્લાના ધારીના હીમખીમડીપરા વિસ્તારમાં મદ્રેશા ચલાવતા મૌલવી મોહમદફઝલ શેખ ના મોબાઇલ ફોન માથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ના સોશિયલ મીડિયા ગૃપ મળી આવ્યા હતા. આ મૌલવીની શંકાસ્પદ ગતિવિધિઓ સામે આવ્યા બાદ એટીએસ ની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર મામલે મૌલવી જે મદ્રેશા ચલાવી રહ્યો હતો એ ગેરકાયદેસર જમીન પર હોવાનું સામે આવતા આજે વહેલી સવારે તંત્ર નુ બુલડોઝર ફેરવી દઈ મદ્રેશા જમીન દોસ્ત કરી દેવામાં આવ્યુ હતું.

અમરેલી પોલીસના ડીવાયએસપી પી.આર.રાઠોડે જણાવ્યું હતું કે, ધારીના હીમખીમડીપરા વિસ્તારમાં મદ્રેશા નુ ડિમોલીશન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.. જેમા બે ડીવાયએસપી.. ત્રણ પીઆઈ તેમજ મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.. પ્રાંત અધિકારી.. અને મામલતદારની હાજરીમાં આ મદ્રેશા ને જમીન દોસ્ત કરી દેવામાં આવ્યુ હતું. હિમખીમડીપરા ના મદ્રેસા નુ આ ડિમોલીશન બાદ જીલ્લાના અસામાજિક તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now