હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ વધુ એક આગાહી કરી છે. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ફરી વધશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ છે ત્યારે આગામી દિવસો વરસાદનું જોર વધુ તીવ્ર બનવાની શક્યતા છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, ગુજરતમાં 15 જુલાઈ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે.
''3થી 6 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ''
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ''બંગાળના ઉપસાગર તથા અરબ સાગરથી ઉદભવતા ભેજવાળા પવનના કારણે 3થી 6 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ પવનો જળવાયુને સક્રિય કરી રહ્યાં છે, જેના કારણે વરસાદી ઝાપટાં અનેક વિસ્તારોમાં પડી શકે છે. ઉપરાંત, 6 જુલાઈની આસપાસ બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે 10 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ફરીથી ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આ સિસ્ટમ ખાસ કરીને દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અસર કરશે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડ, સુરત અને નવસારી જેવા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા વ્યક્ત કરી છે.
મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ ખાબકશે
વડોદરા, ખંભાત, બોડેલી, મહિસાગર, પંચમહાલ, તાપી અને નર્મદા જિલ્લાઓમાં પણ ભારે થી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંતે કરી છે.
ઉત્તર ગુજરાતમાં પણ વરસાદને જોર જોવા મળશે
ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠાના પાલનપુર, કાંકરેજ અને થરાદના વિસ્તારોમાં ભારેથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે.
પાલિકાની ચૂંટણી પહેલા કોર્પોરેશનની કામગીરીની પોલ ખુલી: સુરતના કાપોદ્રા મેઈન રોડ પર ભરઉનાળે મસમોટો ભુવો પડ્યો


_a5ade6d2-01a8-451a-9d3b-3fa1a6ee70a0.jpg)



