Home Gujarat Gujarat News Ambalal Patel Predicts Heavy Rain

અંબાલાલ પટેલે કરી ગુજરાતના આ વિસ્તારને 'તરબોળ' કરતી આગાહી : ''...10 ઇંચથી વધુ પડશે વરસાદ'', આ જિલ્લાઓમાં અતિભારેની ચેતવણી!

અંબાલાલ પટેલે કરી ગુજરાતના આ વિસ્તારને 'તરબોળ' કરતી આગાહી
Published by: OBS Bureau
Last Updated: Jul 18, 2025, 10:09 AM IST

અંબાલાલ પટેલની સડસડાટી બોલાવે તેવી આગાહી સામે આવી છે. જે મુજબ આવનારા દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ''જ્યારે કાતરાની ઈયળ પડતી હોય ત્યારે એનું આયુષ પૂર્ણ ન થાય ત્યાં સુધી વરસાદ આવશે નહી અને હાલ એજ દશા છે. પરંતુ હવે દક્ષિણ ચીન સમુદ્રના નજીક એક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે, જે આગામી દિવસોમાં સમગ્ર હવામાનના મોટો ફેરફાર લાવી શકે છે. 23 જુલાઈથી આ વાવાઝોડાના પવનો બંગાળના ઉપસાગરમાં પ્રવેશીને એક નવું લો પ્રેશર સર્જી શકે છે. ચોમાસાની ઋતુ હોવાના કારણે દરિયાઈ તાપમાન ઘટે છે અને જે હવામાની પરિસ્થિતિ ભારે વરસાદ માટે અનુકૂળ છે''.


''26 જુલાઈથી ગુજરાત સિસ્ટમની અસર થશે''

અંબાલાલ પટેલે કહ્યું કે, ''આ હવામાની સિસ્ટમ દક્ષિણપૂર્વી તટોએ પહોંચ્યા બાદ ત્યાં ભારે વરસાદ થઇ શકે છે અને એ સિસ્ટમ મધ્યપ્રદેશ પાસેથી ગુજરાત તરફ આગળ વધવાની શક્યતા છે. જેના કારણે 26 જુલાઈથી ગુજરાત પર આ સિસ્ટમની અસર શરૂ થઈ શકે છે. 28 જુલાઈ આસપાસ આ સિસ્ટમ મઘ્ય ગુજરાતમાં પ્રવેશી શકે છે અને ત્યારે અમદવાદ, ગાંધીનગર, મહેસાણા, હિંમતનગર, વડોદરા અને પંચમહાલ જેવા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શકયતા રહે છે''


''...10 ઇંચથી વધુ પડી શકે છે''

તેમણે કહ્યું કે, ''ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કુલ વરસાદ 10 ઇંચથી વધુ પડી શકે છે, જ્યારે કેટલાંક ભાગોમાં એક દિવસમાં 4 ઇંચથી પણ વધારે વરસાદ થવાની સંભાવના છે. જામનગર અને નવસારી સહિતના કેટલાક દરિયાકાંઠા વિસ્તારોમાં પણ વધારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત મઘ્ય અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ મેઘરાજાની જોરદાર જમાવટ થાય તેવી શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં તો સાંબેલાધાર વરસાદની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. 22 જુલાઈથી મુંબઈથી નવસારી સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો જોવા મળવાની શક્યતા છે. હવામાન વધુ ભેજયુક્ત અને વાદળછાયું રહેવાનું અનુમાન છે''.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now