Home Gujarat Gujarat News Ahmedabad Chandola Talav Mega Demolition Resed Thousand Tons Of Debris

હવે અમદાવાદના ભૂવા પુરવામાં વપરાશે ચંડોળાનો કાટમાળ! : અંદાજે 30 હજાર ટન જેટલાં કાટમાળનો રિસાઈકલ કરી પેવર બ્લોક, સિમેન્ટ બ્લોક અને બાકડા બનાવાશે

હવે અમદાવાદના ભૂવા પુરવામાં વપરાશે ચંડોળાનો કાટમાળ!
Published by: OBS Bureau
Last Updated: May 21, 2025, 07:25 AM IST

Mega Demolition: અમદાવાદના ચંડોળા તળાવમાં અત્યાર સુધીનું રાજ્યનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરાયું હતું. જેમાં તંત્ર દ્વારા હજારો ગેરકાયદે દબાણોને દૂર કરીને મેદાન સાફ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસ દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સતત આ મેગા ડિમોલિશન ઓપરેશનનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. 

મહત્ત્વનું છેકે, ચંડોળાના ગેરકાયદે મકાનોનાં દબાણો અને બાંધકામોનો અંદાજે 30 હજાર ટન જેટલો કાટમાળ જમા થયો છે. ચંડોળા તળાવના આ કાટમાળને રિસાઈકલ કરીને તેને રિયુઝ કરવામાં આવશે. આ કામ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના CND એટલેકે, કન્સ્ટ્રકશન વેસ્ટ વેસ્ટ પ્લાન્ટમાં લઇ જવામાં આવે છે. એટલું જ નહીં આ કાટમાળને રિસાયકલ કરીને પેવર બ્લોક, બેન્ચ, સિમેન્ટ બ્લોક અને અન્ય ચીજ વસ્તુઓ બનાવવામાં આવશે. કેટલોક કાટમાળ આગામી ચોમાસા દરમિયાન ખાડા પુરવા માટે પણ ઉપયોગમાં લેવાશે.


સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 15 હજાર ટનથી વધુ કાટમાળ દૂર કરવામાં આવ્યો છે અને બીજો તબક્કો 21 મે થી શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વધુ 25000 હજાર ટન કાટમાળ એકઠો થવાની સંભાવના છે. આ કામગીરી માટે 75થી વધુ ટ્રક અને 20 JCB મશીનો કાર્યરત રાખવામાં આવી છે. કેટલોક કાટમાળ ચોમાસામાં શહેરના ખાડા પૂરવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવશે, જ્યારે બળતણ લાયક લાકડા અને બાંસ Waste-to-Energy પ્લાન્ટમાં મોકલાશે. ચંડોળાનું આ પુનઃઉપયોગ મોડેલ અન્ય શહેરો માટે પણ પ્રેરણાસ્પદ બની શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now