Home Gujarat Gujarat News Ahmedabad Bagodara Highway Foreign Liquor Seized Concrete Container

31st પહેલાં અમદાવાદમાં ક્યાંથી પહોંચ્યો 'દારૂનો દરિયો'? : કોંક્રિંટના કંટેનરમાં કઈ રીતે ગુજરાત લવાયો કરોડોનો વિદેશી દારૂ?

31st પહેલાં અમદાવાદમાં ક્યાંથી પહોંચ્યો 'દારૂનો દરિયો'?
Published by: OBS Bureau
Last Updated: Dec 09, 2025, 06:31 AM IST

31st પહેલાં અમદાવાદમાંથી કરોડોનો વિદેશી દારૂ ઝડપાયો

છેલ્લાં એક અઠવાડિયામાં પોલીસે કરી બે મોટી રેડ

બે રેડ દરમિયાન પોલીસે ઝડપ્યો 3.20 કરોડનો દારૂનો જથ્થો

દારૂબંધીવાળા ગુજરાતમાં હાલ દારૂ અને ડ્રગ્સ મુદ્દે ભારે બાબલ ચાલી રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હવે દારૂના મુદ્દાને લઈને ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. જેને પગલે પોલીસે પણ ડ્રાય સ્ટેટ ડ્રાય દેખાય એ માટે ઠેર-ઠેર ડ્રાઈવ શરૂ કરી છે. ત્યારે 31st પહેલાં ફરી એકવાર અમદાવાદ જિલ્લામાંથી ઝડપાયો છે કરોડો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ. અમદાવાદમાં 31મીની ઉજવણી પૂર્વે દારૂની ઘૂસણખોરી પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. ત્યારે સવાલ એ થાય કે શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી છે?


કરોડોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો-

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, વર્ષના છેલ્લાં દિવસોમાં પાર્ટી સીઝનને ધ્યાનમાં રાખીને રાજ્યમાં વિદેશી દારૂની ઘૂસણખોરીમાં ભારે વધારો જોવા મળે છે. ખાસ કરીને અમદાવાદ જિલ્લામાં પોલીસ અને વિવિધ એજન્સીઓએ છેલ્લા કેટલાક દિવસોમાં સતત રેડ કરીને વિદેશી દારૂના નેટવર્કને ઝટકો આપ્યો છે. 31મી ડિસેમ્બરના ઉજવણી પહેલાં બૂટલેગરો મોટી માત્રામાં વિદેશી દારૂ રાજ્યમાં ઘૂસાડવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ પોલીસે અઠવાડિયામાં બે મોટા ઓપરેશન ચલાવીને કરોડો રૂપિયાનો જથ્થો ઝડપી લીધો છે.


અમદાવાદ જિલ્લામાં દારૂની હેરાફેરીના નેટવર્ક પર પોલીસ દ્વારા રીતસર તવાઈ બોલાવવામાં આવી રહી છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ કોઠ પોલીસમથકની હદમાં આવેલા બગોદરા–વટામણ હાઇવે પર રાઈપૂર પાટિયા નજીક એક કન્ટેનર ટ્રકને રોકી તપાસ કરી હતી. ચોક્કસ બાતમીના આધારે કરાયેલી આ કાર્યવાહી દરમિયાન ટ્રકમાં છુપાવી રાખેલા વિદેશી દારૂની 15 હજારથી વધુ બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા આ દારૂની બજાર કિંમત રૂ. 2.02 કરોડ જેટલી છે, જ્યારે ટ્રક સહિત કુલ રૂ. 2.27 કરોડનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ મામલે બાડમેર, રાજસ્થાનના મુલારામ દેવરામ જાટને ઝડપી પોલીસએ તેની સામે ગુનો નોંધ્યો છે, જ્યારે રાજસ્થાનના અનિલ પંડ્યા અને જામનગરના એક અન્ય શખસને વોન્ટેડ જાહેર કરીને શોધખોળ તેજ કરી છે.

આ પહેલાં, 2 ડિસેમ્બરે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે સરખેજ–બાકરોલ ટોલપ્લાઝા નજીક મોટી કાર્યવાહી કરી હતી. ચંદીગઢથી લાવવામાં આવી રહેલા દારૂના વિશાળ જથ્થાને ઊનના 196 બેગની આડમાં સંતાડવામાં આવ્યો હતો જેથી તપાસ એજન્સીઓને ગેરમાર્ગે દોરવામાં આવે. આ ઓપરેશનમાં કુલ 53,369 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 1.20 કરોડથી વધુ છે. ટ્રક સહિત કુલ રૂ. 1.50 કરોડના મુદ્દામાલનો જપ્ત કર્યો હતો.

જોકે, આ રેડ દરમિયાન કોઈ આરોપી હાથ લાગ્યો નહોતો અને ડ્રાઈવર સહિત છ વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધ માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આ સતત બનેલી બે મોટી કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે 31મીની પાર્ટી સીઝનમાં દારૂની માગને પહોંચી વળવા માટે બૂટલેગરો નવી–નવી રીતો અપનાવી રહ્યા છે. જોકે પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીના કારણે કરોડોની કિંમતનો દારૂ રાજ્યમાં પ્રવેશતા પહેલાં જ ઝડપાઈ જતા દારૂના ગેરકાયદેસર નેટવર્કને મોટો ઝટકો મળ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ