Home Gujarat Gujarat Naliya Is The Coldest City Meteorological Department Forecast

ગુજરાતમાં ગુલાબી ઠંડી! : નલિયા સૌથી ઠંડું શહેર, અમદાવાદમાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું, જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં ગુલાબી ઠંડી!
Published by: OBS Bureau
Last Updated: Dec 10, 2025, 04:37 AM IST

Gujarat Weather Update : ગુજરાતમાં શિયાળાએ જોરદાર રફ્તાર પકડી લીધી છે. ઠંડી ધીમે ધીમે જામતી જાય છે અને તેના કારણે રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. નલિયા આજે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે, જ્યાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. નલિયા પછી અમરેલીમાં પણ 12 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું છે. ડીસામાં 12.8 ડિગ્રી સુધી તાપમાન ઉતરી ગયું છે.

ઠંડી હવામાં વધારો

અમદાવાદમાં પણ ઠંડીનો અહેસાસ વધ્યો છે. અહીં એક ડિગ્રીનો ઘટાડો નોંધાતાં લઘુતમ તાપમાન 13.8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. વડોદરામાં 13 ડિગ્રી અને રાજકોટમાં 13.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે, જેના કારણે સવારના સમયમાં ઠંડી હવામાં વધારો જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી બે દિવસ દરમિયાન તાપમાનમાં થોડો ઉતાર–ચડાવ જોવા મળી શકે છે. પરંતુ સમગ્ર રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વાતાવરણ મોટાભાગે સ્થિર રહેશે. ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવન ફૂંકાવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઘુતમ તાપમાન સામાન્ય સ્તર પર જ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

જાણો ક્યાં કેટલો તાપમાન નોંધાયું

નલિયામાં 10 ડિગ્રી

અમરેલીમાં 12 ડિગ્રી

ડીસામાં 12.8 ડિગ્રી

વડોદરામાં 13 ડિગ્રી

અમદાવાદમાં 13.8 ડિગ્રી

પોરબંદરમાં 13.4 ડિગ્રી

રાજકોટમાં 13.2 ડિગ્રી

કંડલામાં 14.5 ડિગ્રી

સુરતમાં 19.4 ડિગ્રી

ભુજમાં 14.4 ડિગ્રી

ભાવનગરમાં 15.4 ડિગ્રી

દમણમાં 15 ડિગ્રી

દીવમાં 16.8 ડિગ્રી

દ્વારકામાં 17.6 ડિગ્રી

ઓખામાં 21.4 ડિગ્રી

વેરાવળમાં 19.2 ડિગ્રી

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ
ઉત્તર ગુજરાતની ઘરતી પર PM મોદીએ યાદ કર્યા એ દિવસો...
પંચમહાલમાં વિચિત્ર અકસ્માત