ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં સારું રહેશે. જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન સારો વરસાદ રહેશે. વિભાગના જણાવ્યા અનુસાર, આ વખતે સામાન્ય કરતાં 105% વરસાદની સંભાવના છે, જે ખેડૂતો અને ખેતી માટે સારો સંકેત છે. હવામાન વિભાગ અનુસાર 2025માં 105 ટકા એટલે કે 87 સેમી વરસાદની સંભાવના છે. ચોમાસાની સિઝન 4 મહિના સુધી ચાલે છે, જેના માટે લાંબા ગાળાની સરેરાશ (LPA) 868.6 mm એટલે કે 86.86 cm છે.
ચાર મહિના દરમિયાન દેશભરમાં સરેરાશ 103 ટકા જેટલો વરસાદ થવાની શક્યતા છે. એટલે કે ચોમાસું સારું રહેવાની સંપૂર્ણ શક્યતા છે. હવામાન વિભાગે 15 જૂનના રોજ જારી કરેલા પૂર્વાનુમાનની સાથે એક મેપ પણ જારી કર્યો છે તે પ્રમાણે કયા રાજ્ય અને કયા વિસ્તારોમાં કેટલો વરસાદ થશે તેની માહિતી આપી છે. જોકે, મે મહિનામાં ફરીથી હવામાન વિભાગ ચોમાસાનું અપડેટ પૂર્વાનુમાન જારી કરશે.
જે રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મરાઠવાડા, પશ્ચિમ બંગાળ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. જે રાજ્યોમાં સામાન્ય કરતાં ઓછાની આગાહી છે તેમાં જમ્મુ અને કાશ્મીર, બિહાર, તમિલનાડુ, લદ્દાખ અને પૂર્વોત્તર રાજ્યોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂનની આસપાસ કેરળમાં પ્રવેશે છે. ચોમાસું સામાન્ય રીતે 15-25 જૂનની વચ્ચે આવે છે. 4 મહિનાની સિઝન પછી, ચોમાસું સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં રાજસ્થાન થઈને પૂર્ણ થાય છે.
હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં સરેરાશ કરતાં વધારે વરસાદની સંભાવના છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





