Home Gujarat Gujarat Lpg Gas Gulf Region Tension Gujarat Government Decision

ગુજરાતમાં LPG ગેસ પુરવઠા પર સરકારનો મોટો નિર્ણય : LPG સપ્લાય 20% વધારાયો, જાણો કેટલો ફાયદો

ગુજરાતમાં LPG ગેસ પુરવઠા પર સરકારનો મોટો નિર્ણય
Published by: OBS Bureau
| Last Updated: Mar 17, 2026, 07:48 AM IST

Gujarat LPG Gas: હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવને કારણે ગેસ પુરવઠા વ્યવસ્થામાં સાવધાની રાખતા ગુજરાત સરકારે નાગરિકોને કોઈ અછત ન પડે તે માટે મોટા નિર્ણયો લીધા છે. રાજ્ય સરકારે જાહેર કર્યું કે ઘરેલુ LPG સપ્લાય સામાન્ય સપ્તાહિક વિતરણ કરતાં 20% વધારી દેવામાં આવ્યો છે. આ નિર્ણયનો હેતુ રાજ્યમાં ઘરેલુ વપરાશકારોને અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવાનો છે. વધારાના સપ્લાયને કારણે હવે સામાન્ય કરતાં લગભગ 20% વધુ LPG ગ્રાહકોને મળશે. રાજ્યમાં LPG અને PNGનો સ્ટોક પુરતો છે અને બફર સ્ટોકમાં સતત વધારો થઈ રહ્યો છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય

સરકારનો સૌથી મહત્વનો નિર્ણય એ છે કે જે ગ્રાહકોના ઘરે પાઈપલાઈન ગેસ (PNG) અને બોટલ ગેસ (LPG) બંને કનેક્શન ચાલુ છે, તેમણે આવતા બુધવાર (18 માર્ચ2026) સુધીમાં પોતાનો LPG કનેક્શન અને સિલિન્ડર ફરજિયાત સરેન્ડર કરી દેવું પડશે. PNG કનેક્શન ધરાવનાર કોઈપણ ગ્રાહક હવે LPG કનેક્શન રાખી શકશે નહીં કે નવું કનેક્શન અથવા રિફિલ મેળવી શકશે નહીં. આ નિર્ણય કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયના આદેશ અનુસાર છે જેથી LPGનો જથ્થો ફક્ત તે ઘરો સુધી પહોંચે જ્યાં PNGની સુવિધા નથી.

ગુજરાતને કુલ 1452 કિલોલીટર કેરોસીન આપ્યું

ગ્રામ્ય વિસ્તારો માટે વિકલ્પ તરીકે કેરોસીનની ફાળવણી પણ વધારવામાં આવી છે. કેન્દ્ર સરકારે ગુજરાતને કુલ 1452 કિલોલીટર કેરોસીન આપ્યું છે, જેમાંથી દરેક જિલ્લાને 36 હજાર લિટર કેરોસીન ફાળવવામાં આવ્યું છે. પરિવાર દીઠ 5 લિટર અને સંસ્થાઓને 25 લિટર સુધીની વિતરણ વ્યવસ્થા કરવામાં આવશે.

કોમર્શિયલ ગેસ વપરાશ પર નવા નિયમો

PNG નેટવર્ક વગરના વિસ્તારોમાં કોમર્શિયલ LPG માત્ર 20% જેટલી મર્યાદામાં ફાળવવામાં આવશે. હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓને 100% ફાળવણી, ફાર્મા-ડેરી જેવા ઉદ્યોગોને 70%, જ્યારે હોટેલ-રેસ્ટોરાં જેવા ક્ષેત્રોને માત્ર 10 % જથ્થો મળશે. ધાર્મિક-સામાજિક સંસ્થાઓને છેલ્લા 6 મહિનાના વપરાશના આધારે 10% સુધી મર્યાદિત ફાળવણી થશે. જિલ્લા પુરવઠા સમિતિ અંતિમ નિર્ણય લેશે.

PNGનો જથ્થો પણ પર્યાપ્ત

અધિક મુખ્ય સચિવ મોના ખંધારે જણાવ્યું છે કે, “હાલની પરિસ્થિતિમાં ઘરેલુ વપરાશને પ્રાથમિકતા આપીને દરેક નાગરિક સુધી પુરવઠો પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.” રાજ્યમાં 1 માર્ચથી અત્યાર સુધીમાં 3504 નવા PNG કનેક્શન આપવામાં આવ્યા છે અને PNGનો જથ્થો પણ પર્યાપ્ત છે.

સરકારે તમામ ગેસ એજન્સીઓ પર મોનિટરિંગ વધારી દીધું છે નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સરેન્ડર પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરીને સરકારને સહકાર આપે. આ નિર્ણયો સાથે ગુજરાત સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ઘરેલુ ગેસનો પુરવઠો સુરક્ષિત છે અને કોઈ અછત નહીં પડે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

'12 દિવસ એક પળ પણ ઊંઘી શક્યો નથી': બહેરીનમાં મિસાઈલ હુમલા વચ્ચે મોતને મ્હાત આપી વડોદરાનો યુવક પરત ફર્યો

'12 દિવસ એક પળ પણ ઊંઘી શક્યો નથી'

બહુચર્ચિત ઉના કાંડ કેસમાં પાંચ દોષિતોને સજા: સેશન્સ જજ પંડ્યા દ્વારા એટ્રોસિટી એક્ટ હેઠળ તમામને 5 વર્ષની સજા

બહુચર્ચિત ઉના કાંડ કેસમાં પાંચ દોષિતોને સજા

'Shivalik' બાદ 'Nanda Devi' પહોંચ્યું ગુજરાત: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરી LPG ભરેલા બીજા જહાજનું વાડિનાર ખાતે આગમન

'Shivalik' બાદ  'Nanda Devi' પહોંચ્યું ગુજરાત
Play Video

ગુજરાતમાં UCC લાગુ કરવાની તૈયારી: 24 માર્ચે વિધાનસભામાં બિલ રજૂ થવાની શક્યતા, જાણો શું છે લેટેસ્ટ અપડેટ

ગુજરાતમાં UCC લાગુ કરવાની તૈયારી
Play Video

સાણંદ-વિરમગામ હાઈવે પર ભયાનક ત્રિપલ અકસ્માત: થાર અને ટેન્કર ભડભડ સળગ્યા, 2 નું ભડથું

સાણંદ-વિરમગામ હાઈવે પર ભયાનક ત્રિપલ અકસ્માત
Play Video

જોખમી માર્ગ પાર કરીને ભારતીય LPG ટેન્કરોનું સુરક્ષિત આગમન: નંદા દેવી જહાજ આજે ગુજરાતમાં પહોંચશે, જાણો વધુ વિગતો

જોખમી માર્ગ પાર કરીને ભારતીય LPG ટેન્કરોનું સુરક્ષિત આગમન

₹500 કરોડનું સેટેલાઇટ પ્લાન્ટ, લોન્ચપેડ સ્થાપવાની તૈયારી: ગુજરાત સ્પેસ સેક્ટરમાં મોટું પગલું

₹500 કરોડનું સેટેલાઇટ પ્લાન્ટ, લોન્ચપેડ સ્થાપવાની તૈયારી

ટ્રાફિકની જટિલ સમસ્યામાંથી સુરતીઓને મળશે મુક્તિ!: 30 મહિનાની લાંબી રાહ જોયા બાદ શહેરનો આ બ્રિજ હવે અંતિમ ચરણમાં!

ટ્રાફિકની જટિલ સમસ્યામાંથી સુરતીઓને મળશે મુક્તિ!

વડોદરાવાસીઓ માટે ખાસ સૂચના!: ગાયત્રી ગેસના ગ્રાહકોએ હવે ગોડાઉન પર ધક્કા ખાવા નહીં પડે, ઘરે બેઠા મળશે ડિલિવરી

વડોદરાવાસીઓ માટે ખાસ સૂચના!

સરકાર અને પ્રજા વચ્ચે અતૂટ વિશ્વાસનો સેતુ એટલે માહિતી વિભાગ: ડિજિટલ અને પરંપરાગત માધ્યમોના સમન્વયથી ગુજરાતના વિકાસને નવી ઊંચાઈ મળશે!

સરકાર અને પ્રજા વચ્ચે અતૂટ વિશ્વાસનો સેતુ એટલે માહિતી વિભાગ

પર્યાવરણ ક્ષેત્રે ગુજરાતની હરણફાળ:: ગુજરાત બન્યું ‘ગ્રીન એન્ડ વાઈલ્ડ’, સિંહોની સંખ્યા 891 પર પહોંચી, રતનમહાલમાં વાઘનું આગમન

પર્યાવરણ ક્ષેત્રે ગુજરાતની હરણફાળ:

પુરવઠો પૂરતો છે, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી!: ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી: વડોદરા ગેસ લિમિટેડના એડમિન જીગ્નેશ ગોહિલનું નિવેદન

પુરવઠો પૂરતો છે, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી!

જનતાના ટેક્સના પૈસા વકીલો પાછળ કેમ?: સુરત-રાજકોટમાં હાઈકોર્ટ બેંચ માટે AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની ગૃહમાં રજૂઆત

જનતાના ટેક્સના પૈસા વકીલો પાછળ કેમ?

જામનગર મહાનગરપાલિકાની લાલ આંખ: વેરો ન ભરનારાઓના નળ કનેક્શન કપાતા મિલકતધારકોમાં ફફડાટ

જામનગર મહાનગરપાલિકાની લાલ આંખ

સુરતમાં રાંધણ અને કોમર્શિયલ ગેસની કમઠાણ: ઘરના ચૂલા ઠર્યા, શ્રમિકોનું વતન તરફ સામૂહિક પલાયન

સુરતમાં રાંધણ અને કોમર્શિયલ ગેસની કમઠાણ

વડોદરામાં સામાન્ય અકસ્માત બાદ હિંસક મારામારી: મધુનગર-માંજલપુરમાં યુવકને મરાયો ઢોર માર, મહિલા બચાવવા આજીજી કરતી રહી, આજવા રોડ પર કાર પલટી

વડોદરામાં સામાન્ય અકસ્માત બાદ હિંસક મારામારી

વડોદરાની MS યુનિવર્સિટી કેમ્પસમાં મહાકાય મગર દેખાતા ભયનો માહોલ: રેસ્ક્યુ બાદ વિદ્યાર્થીઓએ લીધો રાહતનો શ્વાસ

વડોદરાની MS યુનિવર્સિટી કેમ્પસમાં મહાકાય મગર દેખાતા ભયનો માહોલ

વડોદરામાં નશામાં ધૂત પતિ-પત્ની દ્ધારા પોલીસ પર પથ્થરથી હુમલો: LRD જવાન સહિત બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત

વડોદરામાં નશામાં ધૂત પતિ-પત્ની દ્ધારા પોલીસ પર પથ્થરથી હુમલો

અર્જુન મોઢવાડીયાની મોટી જાહેરાત: ક્લાયમેટ ચેન્જ ક્ષેત્રે ગુજરાતની ઐતિહાસિક સિદ્ધિ; 'ક્લાયમેટ એક્શન ટ્રેકર' લૉન્ચ કરનાર દેશનું પ્રથમ રાજ્ય

અર્જુન મોઢવાડીયાની મોટી જાહેરાત