Home Gujarat Gujarat Ips Officers Promotion Dgp Dig Appointment News

ગુજરાત પોલીસ વિભાગમાં મોટા ફેરફાર : 6 IPS અધિકારીઓને બઢતી અને નવા અધિકારીઓને પોસ્ટિંગ

ગુજરાત પોલીસ વિભાગમાં મોટા ફેરફાર
Published by: OBS Bureau
Last Updated: Dec 01, 2025, 06:47 PM IST

રાજ્યના પોલીસ બેડામાં લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે બઢતીના આદેશો આખરે ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત કેડરના કુલ 6 જેટલા વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા કરવામાં આવેલા આ આદેશમાં બે અધિકારીઓને ડીજીપી કક્ષાએ અને ચાર અધિકારીઓને આઈજીપી કક્ષાએ બઢતી આપવામાં આવી છે. બઢતીના આ દોર વચ્ચે નવા યુવાન અધિકારીઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે.

આ અધિકારીઓને ડીજીપી તરીકે બઢતી મળી સરકાર દ્વારા જે યાદી જાહેર કરવામાં આવી છે તેમાં 1994ની બેચના વરિષ્ઠ આઈપીએસ અધિકારી મનોજ શશીધરનો સમાવેશ થાય છે. મનોજ શશીધર હાલમાં કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે અને સીબીઆઈમાં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. તેમને ડીજીપી તરીકે બઢતી આપવામાં આવી છે. આ યાદીમાં બીજું નામ 1995 ની બેચના આઈપીએસ અધિકારી રાજુ ભાર્ગવનું છે. રાજુ ભાર્ગવ હાલ ગાંધીનગર ખાતે આર્મ્ડ યુનિટમાં એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે કાર્યરત છે અને તેમને પણ હવે ડીજીપીનું પ્રમોશન મળ્યું છે.

આ અધિકારીઓને આઈજીપી તરીકે બઢતી મળી રાજ્ય સરકારે વર્ષ 2007ની બેચના ચાર અધિકારીઓને પણ પ્રમોશન આપ્યું છે. આ ચારેય અધિકારીઓને આઈજીપી તરીકે બઢતી મળી છે. જેમાં દિવ્ય મિશ્રાનો સમાવેશ થાય છે જેઓ હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે અને આઈબીમાં એડિશનલ ડેપ્યુટી ડાયરેક્ટર છે. આ ઉપરાંત દીપન ભદ્રન પણ હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે અને તેમને પણ આઈજીપી તરીકે બઢતી મળી છે. ત્રીજું નામ સૌરભ તોલંબિયાનું છે જેઓ પણ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે અને હાલમાં ગેઈલમાં સિક્યુરિટી એડવાઈઝર છે. જ્યારે રાજ્યમાં સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર ખાતે ડેપ્યુટી આઈજી તરીકે ફરજ બજાવતા પી વી રાઠોડને પણ આઈજીપી તરીકે બઢતી આપવામાં આવી છે.

નવા 9 આઈપીએસ અધિકારીઓને અપાયું પોસ્ટિંગ એક તરફ વરિષ્ઠ અધિકારીઓને બઢતી મળી છે તો બીજી તરફ ગુજરાત કેડરના વર્ષ 2022 અને 23 ની બેચના યુવા અધિકારીઓને પણ નિમણૂક મળી છે. આ 9 આઈપીએસ અધિકારીઓએ હૈદરાબાદ પોલીસ અકાદમી ખાતે ફેઝ 2 ની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધી છે. તાલીમ પૂરી થતા તેઓ રાજ્ય પોલીસ દળમાં હાજર થયા છે. આ તમામ અધિકારીઓને રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ
ઉત્તર ગુજરાતની ઘરતી પર PM મોદીએ યાદ કર્યા એ દિવસો...
પંચમહાલમાં વિચિત્ર અકસ્માત