Home Gujarat Gujarat In The Last 24 Hours Rain In 87 Talukas

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 87 તાલુકામાં વરસાદ : સૌથી વધુ કપરાડામાં ખાબક્યો, જુઓ મેઘરાજાએ ક્યાં કેવી બેટિંગ કરી?

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 87 તાલુકામાં વરસાદ
Published by: OBS Bureau
Last Updated: Jul 02, 2025, 06:08 AM IST

છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ જોવા મળ્યું છે. છેલ્લા 24 કલાકમાં 87 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 4.2 ઈંચ જેટલો નોંધાયો છે.
ડોલવણ તાલુકામાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો
તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગ જિલ્લાના સુબિરમાં 1.7 ઈંચ વરસાદ થયો છે. વલસાડ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદે જોરરદાર જમાવટ કરી છે. જેમાં ઉમરગામમાં 1.5 ઈંચ, ધરમપુરમાં 1.2 ઈંચ અને વાપી શહેરમાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. તે સિવાય ખેરગામ અને કુકરમુંડામાં પણ 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. પારડી અને વિજયનગર તાલુકાઓમાં 0.7 ઈંચ વરસાદ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે રાજ્યના 77 તાલુકાઓમાં 0.5 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
ખેડૂતોમાં ખુશીનો માહોલ
આ વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, તો બીજી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સમસ્યા ઉભી થઈ છે. જો કે, આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 206 જળાશયો પૈકી 21 જળાશયો હાઇએલર્ટ, 12 જળાશયો એલર્ટ પર તથા 19 જળાશયો વોર્નિંગ પર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now