Home Gujarat Gujarat In The Last 24 Hours Rain In 171 Talukas

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાનું તાંડવ! : 171 તાલુકાઓમાં વરસાદ, જુઓ ક્યાં કેટલો વરસ્યો?

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાનું તાંડવ!
Published by: OBS Bureau
Last Updated: Jul 01, 2025, 05:11 AM IST

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 171 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં ક્યાંક વિસ્તારોમાં તો ધોધમાર વરસ્યો છે, તો ક્યાંક ધીમીધારે વરસ્યો છે. જો કે, ગુજરાતમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
સૌથી વધુ વરસાદ કાલાવડમાં નોંધાયો
છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ કાલાવડમાં નોંધાયો છે. જ્યાં 3.20 ઇંચ વરસાદ પડ્યો છે. રાણાવાવમાં 3.10 ઇંચ વરસાદ નોંધાયો છે.
કાલોલ: 2.8 ઇંચ
માણાવદર અને જૂનાગઢમાં: 2.7 ઇંચ
કપરાડા: 2.4 ઇંચ
જેતપુર, જોડીયા, દ્વારકામાં: 2.2 ઇંચ
મુંદ્રા: 2 ઇંચ
લોધિકા: 1.9 ઇંચ
ખંભાળિયા, ગોંડલ, વંથલી, ભાણવડમાં: 1.80 ઇંચ
લાલપુર: 1.7 ઇંચ
ખેડૂતો માટે આ વરસાદ અમૃત સમાન!
અત્રે જણાવીએ કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના પશ્ચિમ તથા દક્ષિણ ભાગમાં વરસાદનો જોર વધુ જોવા મળ્યો છે. ધોધમાર વરસાદના પગલે કેટલીક જગ્યાએ વરસાદના પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, કૃષિ આધારિત વિસ્તારોમાં ખેડૂતો માટે આ વરસાદ અમૃત સમાન સાબિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now