Home Gujarat Gujarat High Courts Big Verdict On Ahmedabad Bhadra Patharan Market Issu

અમદાવાદ ભદ્ર પાથરણાં બજાર મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો : 586 પાથરણાંવાળાને 21 માર્ચ સુધી પરિસરમાં પુનઃસ્થાપિત કરો, કાયદા વિરુદ્ધ દૂર કરાયા

અમદાવાદ ભદ્ર પાથરણાં બજાર મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો
Play Video
Published by: OBS Bureau
| Last Updated: Mar 13, 2026, 02:25 PM IST

Ahmedabad News: અમદાવાદના ભદ્ર વિસ્તારમાંથી પાથરણા વાળાઓને દૂર કરવાના વિવાદમાં થયેલી જાહેરહિતની અરજીમાં આજે ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજની બેન્ચ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. વર્ષ 2014માં દાખલ થયેલી આ જાહેર હિતની અરજી ઉપર હાઇકોર્ટે લંબાણપૂર્વક સુનવણી યોજી હતી.

આજના ચુકાદામાં હાઇકોર્ટે નોંધ્યું છે કે AMC એ સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટનો અમલ કર્યો નથી. AMC પહેલા સર્વે કરે અને સ્ટ્રીટ વેન્ડર્સને સાથે રાખી સ્કીમ બનાવે. ભદ્ર પ્લાઝા એરિયામાં પાથરણાવાળાઓને AMC હટાવી શકશે નહીં. સર્વે વગર ભદ્રને નો વેડિંગ ઝોન જાહેર કરી શકાય નહીં. સર્ટિફાઇડ સ્ટ્રીટ વેન્ડર્સને AMC અગાઉ બનેલા પ્લાન મુજબ જગ્યા આપે.

AMC ના ત્રણ અધિકારીઓ સ્ટ્રીટ વેન્ડર્સના સર્ટિફિકેટ તપાસે તેમાં એક સિનિયર પોલીસ અધિકારી પણ હશે. આ કાર્ય 01 અઠવાડિયામાં કરવાનું રહેશે અને 21 માર્ચ સુધીમાં ભદ્રના સર્ટિફાઇડ ફેરિયાઓને પુનઃસ્થાપિત કરવાના રહેશે. જો કે તેને લઈને આવાગમનનો રસ્તો રોકાય નહીં તેનું વ્યવસ્થાતંત્ર ધ્યાન રાખશે. AMC ના રેકોર્ડ મુજબ અહીં 844 ફેરિયાઓને સમાવી શકાય છે, પરંતુ 586 ફેરિયાઓને પ્રમાણપત્ર અપાયાનું AMC એ જણાવ્યું છે. ત્યારે તેઓને ભદ્રમાં પુનઃ સ્થાપિત કરો.

બાકી રહેલા 258 ફેરિયાઓને દિવાળી પહેલાની હંગામી વ્યવસ્થાની જેમ રિલોકેટ કરો. આ બાબતે આગળ કાર્યવાહીની જરૂર પડે તો સુનવણી 17 એપ્રિલે યોજાશે. હાઇકોર્ટે નોંધ્યું હતું કે ભદ્ર પરિસરમાંથી પાથરણાવાળાને દૂર કરીને AMC એ કાયદા વિરુદ્ધ અને હાઈકોર્ટના અગાઉના નિર્દેશ વિરુદ્ધ કામ કર્યું છે.હાઈકોર્ટ AMC ના અધિકારીઓ સામે એક્શન લેતી નથી, પરંતુ જો પાથરણાં વાળા કોઈ ફરિયાદ કરશે તો પગલા લેવામાં આવશે. આ દરમિયાન AMC ના વકીલે હાઈકોર્ટના ઉપરોક્ત ઓર્ડર ઉપર 06 અઠવાડિયાનો સ્ટેની માંગ કરી હતી. જેને હાઇકોર્ટે નકારી નાખી હતી.

અગાઉની સુનવણીમાં સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ એક્ટ ઉપર અરજદારો વતી રજૂઆત થઈ હતી. AMC એ રજૂઆત કરી હતી કે બધા પક્ષકારો સાથે બેસી જગ્યા ફાળવવા નિર્ણય થઈ શકે. વર્ષ 2016 પ્લાનમાં 288 વેડિંગ સ્પોટ રોડ ઉપર સ્પોટ થયેલા છે. વળી ભદ્રમાં ટ્રાફિકને લઈને પાથરણાં વાળાને બેસવા દેવાય નહીં. જેથી કોર્ટે કહ્યું હતું કે AMC ને સર્વે કરતા કોને રોક્યા છે ? AMC એ એરિયા રિડેવલપ કર્યો તે પહેલા પાથરણાવાળા ભદ્રમાં બેસતા હતા. તે એરિયાના વિકાસ બાબતે પણ તેઓએ કોઈ વિરોધ કર્યો નહોતો. AMC નાં પ્લાન મુજબ ત્યાં 611 ફેરિયાઓને બેસવાની જગ્યા હતી.

AMC એ કોર્ટ સમક્ષ અગાઉ કહ્યું હતું કે એરિયાના રીડેવલોપમેન્ટ બાદ 844 ફેરિયાઓને ભદ્રમાં વેચાણની જગ્યા આપી શકશે. AMC એ કોઈ સર્વે કર્યો નહીં, બહારના લોકો આવ્યા અને ભદ્રમાં ભીડ થઈ, સર્વે કર્યા વગર AMC એ પછી ત્યાંથી ફેરિયાઓને કાઢી મૂક્યા. કાયદા મુજબ કામ કરો કોર્ટનો રોલ છેલ્લે આવે. AMC જાતે વેડિંગ ઝોન જાહેર કરે છે ,પછી કહે છે કે તે રોડ ઉપર આવેલા છે. ભદ્ર પરિસર વેડિંગ ઝોન છે, જે વર્ષ 2014 ના કાયદાથી પહેલા અસ્તિત્વ ધરાવે છે. AMC ના આર્કિટેક્ટ પ્લાનમાં ફેરિયાઓ માટે જગ્યા રાખવામાં આવી હતી. 611 કે 844 ફેરિયાના નંબર નહીં, વિસ્તાર જુઓ.

AMC એ કહ્યું હતું કે ભદ્ર પહેલા નો વેહિકલ ઝોન નહોતો, હવે વેહિકલ ઝોન છે. જાહેર હિતની અરજીમાં મોટા ભાગની પબ્લિકનું હિત જોવું જોઈએ, લાખો લોકો કાલુપુર રોજ જાય છે. જો કે કોર્ટે કહ્યું હતું કે શું AMC એ આવો નિર્ણય લેતા પહેલા આંખો બંધ કરી દીધી હતી ? 2017 થી તમે એફિડેવિટ ફાઇલ કરો છો. બધું વાર્તા જેવું છે, વાંક કોનો છે ? AMC કાયદા મુજબ કોઈ કામ નથી કર્યું કે ના સર્વે કર્યો. હવે AMC કોર્ટ સમક્ષ માફી માંગીને તેને સાંભળવાની વાત કરે છે.

AMC એ એક સબમિશન એવું કર્યું હતું કે કાયદો અને પરિસ્થિતિ જાળવવા તેઓ અમુક પગલાં લઈ શકે છે. જો કે હાઇકોર્ટે કહ્યું હતું કે પહેલા AMC એ ફેરિયાઓને ભદ્ર પરિસરમાંથી કાઢ્યા છે. પહેલા જે ખોટુ કર્યું છે, તેને સુધારો બાદમાં સર્વે કરો. AMC એ પહેલા કોર્ટ સમક્ષ પ્લાન મૂક્યો, કોર્ટની મંજૂરી લીધી નહીં અને પ્લાન વિરુદ્ધ ફેરિયાઓને કાઢી મૂક્યા બાદમાં કોર્ટને ફોટા બતાયા કે ફેરિયા રોડ ઉપર છે. પહેલા ફેરિયાઓને ભદ્ર પરિસરમાં મૂકો મૂકો પછી સર્વે કરો. અત્યારે કેટલા ફેરિયાઓને પરત મૂકશો ?

AMC એ જણાવ્યું હતું કે તેઓ ફેરિયાઓને રોડ ઉપર બેસવાની મંજૂરી આપી શકે નહીં. કોર્ટે કહ્યું હતું કે અહીં રોડ નહીં, વેન્ડીંગ ઝોનની વાત છે. વર્ષ 2014 ના સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ પહેલા થયેલા સર્વેમાં 611 ફેરિયાઓને ભદ્ર પરિસરમાં બેસવાની જગ્યા આપવાની વાત હતી. ત્યાં કાયદા મુજબ તેમને બેસવાનો હક્ક છે. નવા કાયદાના અસ્તિત્વમાં આવ્યા બાદ અમદાવાદ મહાનગરપાલિકા ફેરિયાઓને ત્યાંથી હટાવી શકે નહીં. 586 ફેરિયાઓને સર્ટિફિકેટ અપાય હોય તો તેમને ત્યાં પરત મૂકો.

AMC એ કહ્યું હતું કે અગાઉ કોર્ટ સમક્ષ મુકેલ પ્લાન વર્ષ 2026 માં ચાલી શકે તેમ નથી. કોર્ટે કહ્યું હતું કે કાયદા મુજન તમે ફેરિયાઓને હટાવી જ ના શકો. તમે તેમને પરત બેસવા દેવા સર્વેની શરત મૂકી શકો નહીં. તમે બધા ફેરિયાઓને પરત મૂકો, પછી સર્વે કરો. AMC પાસે બીજો કોઈ વિકલ્પ નથી. વળી આ વિસ્તાર વેહિકલ ઝોન છે ત્યારે આજે અરજદારો પણ 844 ફેરિયાઓ માટે બેસવાની જગ્યાની માંગ કરી શકે નહીં, ફૂટપાથ મોટી કરીને રોડ સાંકડા કરી શકાય નહીં.

વર્ષ 2017 થી ભદ્ર વિસ્તારને વેહિકલ ઝોન જાહેર કરાયો હોય તો પણ પહેલા સર્વે કરવાનો કોર્પોરેશનનો પ્રસ્તાવ કોર્ટને સ્વીકાર નથી. પહેલા 586 ફેરિયાઓને ભદ્રમાં બેસવા જગ્યા આપવામાં આવે, પછી કોર્પોરેશન સર્વે કરે. અરજદારો પણ ઓથોરિટીને સહયોગ આપે. આમ છતાં બંને પક્ષો પોતાની વાત ઉપર અડગ રહેતા હાઇકોર્ટે કહ્યું હતું કે કોર્ટ ફાઇલ જોઈને જાતે નિર્ણય કરશે. અરજદારો વર્તમાનમાં ભૂતકાળ ઇચ્છે છે, જેમાં તેઓ પોતાનું ભવિષ્ય બગાડી શકે છે. કોર્ટ ટ્રાફિક સમસ્યા અવગણીને ઓથોરિટીને કાર્ય કરવા પણ કહી શકે નહીં કે કાયદા વિરુદ્ધના કાર્યની મંજૂરી આપી શકે નહીં. AMC એ 586 ફેરિયાઓને પરત ભદ્ર વિસ્તારમાં મૂકી સર્વે કરવો જોઈએ.

હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દલીલોના અંતે એવી વેધક ટકોર કરી હતી કે કોઇ પણ રિ-સરવે કે ફ્રેશ પ્રક્રિયા વિના માત્ર ભદ્રમાં ખૂબ ટ્રાફિક થઇ ગયો હોવાની દલીલ કરીને ભદ્ર ખાતેથી વેન્ડર્સને હટાવવાનું કોર્પોરેશનનું કૃત્ય 2019માં હાઇકોર્ટે કરેલા આદેશની અવમાનના સમાન છે અને વેન્ડર્સ એક્ટની કલમ-21ની જોગવાઇનો પણ ભંગ કરે છે.

હાઇકોર્ટ આ બાબતે અત્યંત સ્પષ્ટ છે અને હવે કોર્પોરેશનનો શું પ્રસ્તાવ છે અને હાઇકોર્ટના અગાઉના આદેશનો અમલ કઇ રીતે કરશો એ કોર્ટને જણાવો. જો કોર્પોરેશન વેન્ડર્સને વૈકલ્પિક વ્યવસ્થા આપી રિલોકેટ કરશે તો જ અરજીનો નિકાલ થશે અન્યથા ફરી કોર્ટ સ્પષ્ટ કરે છે કે AMC નું આ કૃત્ય કોર્ટના આદેશની અવમાનના સમાન અને કાયદાનો સદંતર ભંગ છે.

હાઇકોર્ટે ભદ્ર પાથરણાવાળાઓના કેસની સુનાવણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વલણ અને કૃત્યની મૌખિક રીતે ભારે ટીકા કરી હતી. કોર્ટે એવી વેધક ટકોર કરી હતી કે કાયદાકીય જોગવાઇઓ મુજબ નિર્વિવાદ છે કે આ જગ્યા નો વેન્ડિંગ ઝોન જાહેર કરાઇ નથી. ઉલટાનું આ જોગવાઇઓ ટાઉન વેન્ડિંગ કમિટીને સત્તા આપે છે કે તેઓ દર 05 વર્ષે રિ-સરવે કરી શકે. એકવાર શરૂઆતમાં કોર્પોરેશન બધાને જગ્યાની ફાળવણી વગેરે કરી લે એના પછી દર પાંચ વર્ષે તમારે સ્ટ્રીટ વેન્ડર્સને પ્રમોટ કરવા પડે. કોર્પોરેશન હસ્તક આ સત્તા આવે છે. એ ટાઉન વેન્ડિંગ કમિટીની ભલામણ અને પ્લાનિંગ ઓથોરિટી સાથે પરામર્શ બાદ રિ-સરવે કરી શકે છે. પરંતુ AMC એ 2019 પછી રિ-સરવે નહીં કરીને કાયદાનો ભંગ કર્યો છે અને હાઇકોર્ટ સમક્ષ આપેલી ખાતરી અને એના આધારે થયેલા આદેશનો પણ ભંગ કરીને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરી છે.

હાઇકોર્ટે એવી ટકોર પણ કરી હતી કે હવે કોર્પોરેશન આ મામલે યુટર્ન લઇ શકે નહીં. આઇડેન્ટિફાઇ કરાયેલા હોય તેવા વેન્ડર્સ સિવાય કોઇને પણ તમે દૂર કરી શકો, હટાવી શકો. તમે 844 વેન્ડર્સને આઇડેન્ટિફાઇ કર્યા હોવાનું સોગંદનામું કર્યું છે, ત્યારે કોર્પોરેશન તરીકે તમારી ફરજ છે કે કાયદાની જોગવાઇ મુજબ તમે પ્લાન બનાવો. કોર્ટ કોર્પોરેશનને રિ-સરવે કરવાથી અટકાવતા નથી, એ AMC ની સત્તાનો વિષય છે. પરંતુ તમે જે સરવે કરીને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો અને કોર્ટે આદેશ કર્યા હતા. પણ પછી તમે રિ-સરવે કર્યો નથી. પરંતુ જે તે સમયે તમે જે વેન્ડર્સનું આઇડેન્ટિફિકેશન કર્યું હતું અને સર્ટિફિકેટ આપ્યા હતા એમના રિ-આઇડેન્ટિફિકેશનનો હવે કોઇ પ્રશ્ન જ થતો નથી.

હાઇકોર્ટે ટકોર કરી હતી કે વર્ષ 2019 પછીના કિસ્સામાં તમારી માટે તમામ દરવાજા ખૂલ્લાં છે. પરંતુ જ્યારે તમે વેન્ડર્સને રિલોકેટ કરશો ત્યારે જ આ રિટનો નિકાલ કરવામાં આવશે. અન્યથા તમારું કૃત્ય કોર્ટની અવમાનના જ નહીં કાયદાની જોગવાઇઓથી વિપરીત પણ ગણાશે. જો તમે સકારાત્મક પ્રસ્તાવ સાથે સામે નહીં આવો તો કોર્ટને જણાવજો કે કોના આદેશથી 2025માં તેમને ભદ્ર ખાતેથી હટાવવામાં આવ્યા હતા.

હાઇકોર્ટે આજની સુનવણીમાં AMC ને સવાલો કર્યા હતા કે વેન્ડર્સ એક્ટની કલમ-21માં રિ-સરવેની વ્યાખ્યા કરાઇ છે અને તમે રિ-સરવે કર્યો જ નથી, ત્યારે તમને કાયદાના આ મુદ્દે કોઇ દલીલ કરી શકે નહીં. રિ-સરવે વિના આઇન્ડન્ટિફાઇ કરેલાં 844 વેન્ડર્સને જગ્યા નહીં આપવાની દલીલ કઇ રીતે કરી શકો ? મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર કે તેના અધિકારીઓ કોર્ટ સમક્ષ કેઝ્યુઅલ સ્ટેટમેન્ટ્સ આપી શકે નહીં. 844 વેન્ડર્સને તમે આઇડેન્ટિફાઇ કર્યા બાદ કોઇ રિસરવે કે ફ્રેશ પ્રોસેસ વિના 2025માં ભદ્રથી કેમ ખસેડ્યા ?

ભદ્ર ખાતે હવે પરિસ્થિતિ બદલાઇ હોવાની કોર્પોરેશનની દલીલને હાઇકોર્ટે ધરાર ફગાવી દેવાનું વલણ અપનાવ્યું હતું અને ટકોર કરી હતી કે AMC એ વર્ષ 2025માં વેન્ડર્સને હટાવ્યા છે. હવે AMC કહે છે કે ભદ્ર વિસ્તારની પરિસ્થિતિ બદલાઇ છે. પરંતુ AMC ના કેસ એવો નથી કે વર્ષ 2019થી વેન્ડર્સ અહીં કામ નથી કરી રહ્યા. AMC ના પ્લાનમાં કહ્યું હતું કે 844 વેન્ડર્સને અહીં જગ્યા ફાળવાશે. વેન્ડર્સે જે તે સમયે તમને સહકાર આપ્યો હતો. ત્યારબાદ તેઓ કામ કરી રહ્યા હતા. પરંતુ તમે એ પછી કોઇ રિ-સરવે કર્યો નથી અને તેમને દૂર કર્યા છે. જો આ વાસ્તવિક સ્થિતિ હોય તો તમે વેન્ડર્સને એક મિટર દૂર પણ હટાવી શકો નહી.

AMC તરફથી દલીલ થઈ હતી કે જો ભદ્ર વિસ્તારમાં આજની તારીખે 844 વેન્ડર્સને જગ્યા આપીશું તો આખોય વિસ્તાર થંભી જશે.

હાઇકોર્ટે કહ્યું હતું કે આ દલીલ કોર્પોરેશનને કન્ટેમ્પ્ટમાં નાંખી શકે છે. પરિસ્થિતિ બદલાઇ ગઇ હોઇ શકે, પરંતુ આ દલીલ કોઇ સરવે વિના કઇ રીતે કોર્ટ માની શકે. AMC કોઇને પણ રિ સરવે અને ફ્રેશ સરવે વિના ટચ કરી શકો નહીં. જો 844 વેન્ડર્સને જગ્યા ફાળવશો તો ટ્રાફિકની વિકરાળ સમસ્યા સર્જાશે, જો આ જ તમારો કેસ હોય તો ફ્રેશ પ્લાન બનાવો, રિસરવે કરો અને તેમને રિલોકેટ કરવા અંગે નિર્ણય લો. જોકે હાઇકોર્ટને તમે જે જગ્યા દર્શાવી છે, ત્યાં અમે બધાને નહીં, પરંતુ 844 વેન્ડર્સને પરત લાવો અને જો તમે આ મામલે ગંભીર હોય તો રિ સરવે કરો.

હાઇકોર્ટે કોર્પોરેશનને તાકીદ કરી હતી કે આ પરિસ્થિતિ ગંભીર છે અને હવે તમારો શું પ્રસ્તાવ છે એ અમને બતાવો. ત્યારે કોર્પોરેશને ચાર-પાંચ દિવસની મહેલત આપવાની વિનંતી કરી હતી અને કહ્યું હતું કે કોર્પોરેશન શક્ય હોય તો વેન્ડર્સને કઇ રીતે રિલોકેટ કરી શકે એની ચકાસણી કરવા સમય આપો. ત્યારે કોર્ટે કહ્યું હતું કે જો તમે શક્યતા ચકાસી રહ્યા હોવ તો તમે કોર્ટ સ્પષ્ટ કરી રહી છે કે તમે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટમાં આવી શકો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

'સ્કૂલ વીલ બી ડિસ્ટ્રોઈડ...' મેસેજ કરી વિદ્યાર્થીનો ખોફનાક 'પ્રેન્ક': શાળામાં બોમ્બ પ્લાન્ટ કર્યાનો ખોટો મેસેજ મોકલનારની અટકાયત

'સ્કૂલ વીલ બી ડિસ્ટ્રોઈડ...' મેસેજ કરી વિદ્યાર્થીનો ખોફનાક 'પ્રેન્ક'

ઐતિહાસિક ઈડર ગઢના ડુંગરો પર ભીષણ આગની ઘટના: જાણો, કેવી રીતે ઓલવાઈ ઈડર ગઢના ડુંગરો પર આગ?

ઐતિહાસિક ઈડર ગઢના ડુંગરો પર ભીષણ આગની ઘટના

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતું નકલી ઘીના રેકેટનો પર્દાફાશ: ઉત્રાણ પોલીસની મોટી કાર્યવાહી; આ બે મોટી બ્રાન્ડના નામે કરતા હતા 'કાંડ'

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતું નકલી ઘીના રેકેટનો પર્દાફાશ

કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં ભૂક્કા કાઢી નાંખશે વરસાદ: આ તારીખોમાં રાજ્યના 17 જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદ

કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં ભૂક્કા કાઢી નાંખશે વરસાદ
Play Video

“હવે પોલીસ પણ સુરક્ષિત નથી?”: વડોદરામાં ઘરેલુ ઝઘડામાં વચ્ચે પડેલી પોલીસ પર હુમલો, 112 ટીમના જવાનો સાથે ઝપાઝપી

“હવે પોલીસ પણ સુરક્ષિત નથી?”

કચ્છમાં ગેરકાયદેસર કોમર્શિયલ ગેસનો જથ્થો ઝડપાયો: 174 બાટલાં સાથે આરોપી ધરપકડ

કચ્છમાં ગેરકાયદેસર કોમર્શિયલ ગેસનો જથ્થો ઝડપાયો
Play Video

નર્મદાનું ડુમખલ ગામ રાજકીય 'પોપટબાજી'ને કારણે વિવાદોના વંટોળમાં!: રાજકીય નેતાઓના આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને 'ગંદી' પોસ્ટ્સને કારણે બન્યું ચર્ચાનું કેન્દ્ર

નર્મદાનું ડુમખલ ગામ રાજકીય 'પોપટબાજી'ને કારણે વિવાદોના વંટોળમાં!
Play Video

વડોદરામાં રાંધણ ગેસનું સંકટ: પીજીમાં રહેતા 25 હજારથી વધુ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

વડોદરામાં રાંધણ ગેસનું સંકટ

ઉનાળાની શરૂઆત સાથે શાકભાજીના ભાવ વધશે!: અમદાવાદ માર્કેટ યાર્ડ ઇન્સ્પેક્ટરનું મોટું નિવેદન

ઉનાળાની શરૂઆત સાથે શાકભાજીના ભાવ વધશે!
Play Video

ભરૂચ કોર્ટને ફરી મળી બોમ્બથી ઉડાવવાની ધમકી!: ઈમેલ મળતા કોર્ટ ખાલી કરાયું પરિસર

ભરૂચ કોર્ટને ફરી મળી બોમ્બથી ઉડાવવાની ધમકી!
Play Video

24 કલાકમાં 4 મહિનાની બાળકીનું રેસ્ક્યુ: 1500 CCTV ફૂટેજ તપાસી આરોપી દંપતીની ધરપકડ

24 કલાકમાં 4 મહિનાની બાળકીનું રેસ્ક્યુ
Play Video

હિંમતનગરની દીકરીએ પિતાનું સપનું કર્યું સાકાર: ગરિમા નામ્બીયાર બની ગુજરાત હાઈકોર્ટની સિવિલ જજ! પ્રથમ પ્રયત્નમાં જીતી લીધું ત્રીજું સ્થાન

હિંમતનગરની દીકરીએ પિતાનું સપનું કર્યું સાકાર

ગુજરાત યુનિવર્સિટીમાં NSUI નો ઉગ્ર વિરોધ: યુનિવર્સીટીની ભરતી પ્રક્રિયામાં કૌભાંડ થતું હોવાનો NSUI નો આક્ષેપ

ગુજરાત યુનિવર્સિટીમાં NSUI નો ઉગ્ર વિરોધ
Play Video

વડોદરામાં GISF કર્મચારીનો નશામાં ગોળીબાર: કાકાસાહેબ ટેકરા વિસ્તારમાં ભયનો માહોલ, વીડિયો વાયરલ

વડોદરામાં GISF કર્મચારીનો નશામાં ગોળીબાર

મકરપુરા GIDC માં ધોળા દિવસે લૂંટ!: બેંકમાં રૂપિયા જમા કરાવવા જતા યુવક પાસેથી ₹2 લાખ છીનવી આરોપીઓ થયો ફરાર

મકરપુરા GIDC માં ધોળા દિવસે લૂંટ!
Play Video

સુરતને વૈશ્વિક ટ્રેડિંગ હબ બનાવવાની દોડ તેજ: CM ભુપેન્દ્ર પટેલે માર્ગ વિકાસ માટે રૂ. 1,185 કરોડ કર્યા મંજૂર, આર્થિક માસ્ટર પ્લાન તૈયાર

સુરતને વૈશ્વિક ટ્રેડિંગ હબ બનાવવાની દોડ તેજ

અરવલ્લીમાં શામળાજી પાસે SMCનું ફાયરિંગ: પોલીસ કસ્ટડીમાંથી ભાગતા આરોપીને ખભાના ભાગે વાગી ગોળી

અરવલ્લીમાં શામળાજી પાસે SMCનું ફાયરિંગ
Play Video

Gujarat Rain Forecast; ગરમી બાદ વરસાદની આગાહી!: જાણો ગુજરાતમાં કયાં અને ક્યારે પડી શકે છે વરસાદ

Gujarat Rain Forecast; ગરમી બાદ વરસાદની આગાહી!

સુરત ફેમિલી કોર્ટમાં મહિલા પર એસિડ અટેક: ભરણપોષણના કેસ વચ્ચે પતિએ પત્ની પર એસિડ ફેંક્યું, પોતે પણ ગટગટાવી ઝેરી દવા

સુરત ફેમિલી કોર્ટમાં મહિલા પર એસિડ અટેક