ગુજરાત હાઇકોર્ટે નવતર અભિગમ હાથ ધર્યો છે. 10 વર્ષ કરતાં જૂના કેસો માટે હાઈકોર્ટ પહેલા અને ત્રીજા શનિવારે સુનાવણી હાથ ધરશે. સામાન્ય રીતે શનિવારે હાઇકોર્ટમાં ન્યાયિક કાર્યવાહી થતી નથી, માત્ર પહેલા અને ત્રીજા શનિવારે રજીસ્ટ્રીની કામકાજ ચાલુ હોય છે. પરંતુ આ નવતર અભિગમમાં હવે રજીસ્ટ્રીના કામકાજના શનિવારના દિવસે અદાલતો પણ ન્યાયિક કાર્યવાહી કરશે.
10 વર્ષ કરતાં જૂના કેસોનું શનિવાર નિકાલ થશે?
10 વર્ષ અને તેનાથી જૂની ક્રિમિનલ અપીલો આ કામકાજના શનિવારના દિવસોએ ચલાવવામાં આવશે. આ નવતર અભિગમ અંતર્ગત શનિવાર એટલે કે, આવતીકાલે 05 જુલાઈના રોજ ગુજરાત હાઇકોર્ટના 21 જેટલા જજીસ આ ક્રિમિનલ અપીલોના નિકાલ માટેની ન્યાયિક કાર્યવાહી કરશે. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ 10 વર્ષ અને તેનાથી વધુ જુના સંખ્યાબંધ કેસો પેન્ડિંગ છે. તેવા સંજોગોમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ હાઇકોર્ટના કુલ 21 જેટલા જજો આ ન્યાયિક કાર્યવાહીમાં જોડાશે.
આવતીકાલે HC સમક્ષ 600 જેટલી ક્રિમિનલ અપીલો મુકાશે
5 જુલાઈના રોજ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ વર્ષો જૂની 600 જેટલી ક્રિમિનલ અપીલો મુકાશે. જેને સાંભળવા હાઇકોર્ટની નવ જેટલી ખંડપીઠ અને ત્રણ સિંગલ જજ આ કાર્યવાહીમાં જોડાશે. જેમાં દરેક ખંડપીઠ સમક્ષ અને સિંગલ જજની બેંચ સમક્ષ 50 જેટલી સૌથી જૂની ક્રિમિનલ અપીલો સુનાવણી માટે મુકવામાં આવશે. હાલ વર્ષ 1995થી 2014 સુધીની કુલ 5627 જેટલી ક્રિમિનલ એકવીટલ અપીલ પડતર છે. જેમાંથી દર કામકાજના શનિવારે દરેક બેંચ સમક્ષ ઓછામાં ઓછી 50 જેટલી ક્રિમિનલ અપીલો મુકાશે. એટલે કે કુલ 600 જેટલી અપીલો કોર્ટ સમક્ષ મુકાશે.
નવતર અભિગમમાં આ જજીસ જોડાશે
જસ્ટિસ ગીતા ગોપી, જસ્ટીસ ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ, જસ્ટિસ વૈભવી નાણાવટી, જસ્ટિસ ડી.એમ. વ્યાસ, જસ્ટીસ નિર્જર દેસાઈ, જસ્ટિસ મૂલચંદ ત્યાગી, જસ્ટિસ નિખિલ કેરિયલ, જસ્ટિસ પી એમ રાવલ,જસ્ટિસ અનિરુદ્ધ માયી,જસ્ટિસ જે એલ ઓડેદરા,જસ્ટીસ નીરલ મહેતા, જસ્ટિસ આર.ટી વાછાણી, જસ્ટિસ નિશા ઠાકોર, જસ્ટિસ હસમુખ સુથાર, જસ્ટિસ પ્રણવ ત્રિવેદી, જસ્ટિસ જે.સી દોશી, જસ્ટિસ વિમલ વ્યાસ, જસ્ટિસ એમ આર.મેંગડે, જસ્ટિસ દેવેન દેસાઈ, જસ્ટિસ મોક્ષા ઠક્કર.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની હલચલ તેજ: કોંગ્રેસે જાહેર કર્યા 243 ઉમેદવારો





