ગુજરાત હાઇકોર્ટ ખાતે નવનિયુક્ત ન્યાયાધીશ લિયાકતહુસૈન શમસુદ્દીન પીરઝાદા, રામચંદ્ર ઠાકુરદાસ વાછાણી, જયેશ લખનશીભાઈ ઓડેદરા, પ્રણવ મહેશભાઈ રાવલ, મૂળચંદ ત્યાગી, દિપક મનસુખલાલ વ્યાસ અને શ્રી ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈનો શપથગ્રહણ સમારંભ યોજાયો હતો. ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે નવનિયુક્ત ન્યાયાધીશઓને ગુજરાત હાઇકોર્ટેના ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા.
ગુજરાત હાઇકોર્ટ ખાતે યોજાયેલા આ શપથગ્રહણ સમારોહમાં કાયદો અને ન્યાયતંત્ર વિભાગના મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશઓ, એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી સહિત વરિષ્ઠ વકીલો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ન્યાયાધીશ તરીકે કોણે-કોણે લીધાં શપથ?
ગુજરાત હાઇકોર્ટના જ્યુડિશિયલ ઓફિસરન્યાયાધીશ તરીકે નિમાયેલા લિયાકતહુસૈન શમસુદ્દીન પીરઝાદા, રામચંદ્ર ઠાકુરદાસ વાછાણી, જયેશ લખનશીભાઈ ઓડેદરા, પ્રણવ મહેશભાઈ રાવલ, મૂળચંદ ત્યાગી, દિપક મનસુખલાલ વ્યાસ અને ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈને ભારતના માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે આ પ્રસંગે તેમણે ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે શપથગ્રહણ કર્યાં.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ






