હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 6 દિવસ દરમિયાન રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની શકયતા છે. હાલ રાજ્યમાં ત્રણ મૌસમીય સિસ્ટમ સક્રિય છે. આ મૌસમી અસરને લીધે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ભારે વરસાદ પણ પડી શકે છે. વિભાગે વધુમાં જણાવ્યું કે 10 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે
આ બે જિલ્લાઓમાંમ ઓરેન્જ અલર્ટ
આજે બે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, અટલે કે, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
આ જિલ્લાઓમાં યેલો એસર્ટ
બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ માટે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આ જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા
બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, પાટણ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.
આવતીકાલે આ જિલ્લામાં આગાહી
નવસારી અને વલસાડ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, છોટા ઉદેપુર અને દાહોદ માટે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ તારીખ 8 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, છોટા ઉદેપુર અને દાહોદ માટે યેલો એલર્ટ છે
9 અને 10 જુલાઈની આગાહી
9 જુલાઈએ નવસારી અને વલસાડ, જ્યારે 10 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદ સાથે વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાત ATS નું મોટું ઓપરેશન: પંજાબ ગ્રેનેડ સ્મગલિંગ કેસનો મુખ્ય આરોપી ડીસાના ઢાબામાંથી ઝડપાયો!






