રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર આગાહી કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, જામનગર કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેના પગલે ક્યાંક વરસાદી મહેર તો ક્યાંક વરસાદી કહેર જોવા મળ્યો હતો. અત્રે જણાવીએ કે, અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો સરેરાશ વરસાદ 51.37 ટકા નોંધાયો છે
આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર સહિતના જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી તેમજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ જિલ્લાઓ ઓરેન્જ એલર્ટ
પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ખેડા અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સિઝનનો સરેરાશ વરસાદ 51.37 ટકા નોંધાયો
ગુજરાતમાં સિઝનનો સરેરાશ વરસાદ 51.37 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં 58.46 ટકા તો દક્ષિણ ગુજરાત ઝોનમાં 55.29 ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં 49.50 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 49.38 ટકા તેમજ ઉત્તર ગુજરાત ઝોનમાં 49 ટકા વરસાદ નોંધાયો છે.

_bf37c1e3-b2e2-40c9-a378-7cea2fcf6727.gif)



