Home Gujarat Gujarat Has Become The Only State To Have Lions Leopards And Tigers

સિંહ, દીપડા અને વાઘ ધરાવતું એક માત્ર રાજ્ય બન્યું ગુજરાત! : NTCA એ ગુજરાતને ફરી એક વખત ટાઈગર સ્ટેટ તરીકે જાહેર કર્યું

સિંહ, દીપડા અને વાઘ ધરાવતું એક માત્ર રાજ્ય બન્યું ગુજરાત!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 26, 2025, 07:00 AM IST

Tigers in Gujarat : ગુજરાત માટે ગૌરવની વાત સમાન એવા મોટા સમાચાર સામે આવ્યા છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા ગુજરાતને ફરી એક વખત ટાઈગર સ્ટેટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે ૩૩ વર્ષ બાદ ગુજરાતને ફરી ટાઈગર સ્ટેટનો દરજ્જો મળ્યો છે, જેને લઈને રાજ્યભરમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

ગુજરાતની નવી ઓળખ

આ સાથે ગુજરાત દેશનું એકમાત્ર એવું રાજ્ય બની ગયું છે જ્યાં એક સાથે સિંહ, દીપડા અને વાઘ ત્રણેયનું વસવાટ છે. અત્યાર સુધી ગુજરાત સિંહ અને દીપડાઓ માટે જાણીતા હતું, પરંતુ હવે વાઘની હાજરીએ રાજ્યના વન્યજીવનના ઇતિહાસમાં નવો અધ્યાય ઉમેર્યો છે.

9 મહિનાથી રતનમહાલ વિસ્તારમાં એક વાઘ સ્થાયી

NTCA ની ટીમ દ્વારા ગુજરાતના દાહોદ જિલ્લાના રતનમહાલ વન વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. નોંધપાત્ર વાત એ છે કે છેલ્લા 9 મહિનાથી રતનમહાલ વિસ્તારમાં એક વાઘ સ્થાયી થયો છે, જેના આધારે વાઘની હાજરી અને તેના સંરક્ષણ અંગે વિસ્તૃત મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારે પણ આ દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરી છે. રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણ (NTCA)ને પત્ર લખીને વાઘ સંરક્ષણ અને વાઘની વસ્તી વધારવા માટે સક્રિય પ્રયાસો દર્શાવવામાં આવ્યા છે. ગુજરાત સરકારે વાઘની સંખ્યા વધારવા માટે વાઘણની માંગ પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.

સિંહ, દીપડા અને વાઘ ત્રણેય ધરાવતું ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય

વન્યજીવન સંરક્ષણની દૃષ્ટિએ આ નિર્ણય ગુજરાત માટે અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે. સિંહ, દીપડા અને વાઘ ત્રણેય ધરાવતું ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય બનતા રાજ્યના વન સંરક્ષણ પ્રયાસોને નવી ઓળખ મળી છે. આ સિદ્ધિ ગુજરાતના વન વિભાગ, રાજ્ય સરકાર અને વન્યજીવન પ્રેમીઓ માટે ગૌરવની બાબત ગણાઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now