Home Gujarat Gujarat Gst The Governments Gst Revenue Is Continuously Increasing Monthafter Month

GST આવકનો નવો રેકોર્ડ : મે-2025 માં રાજ્યની જીએસટી આવકમાં 20% નો વધારો

GST આવકનો નવો રેકોર્ડ
Published by: OBS Bureau
Last Updated: Jun 02, 2025, 11:53 AM IST

Gujarat GST: સરકારની GSTની આવક મહિને દર મહિને સતત વધી રહી છે. ત્યારે મે-૨૦૨૫ માં ગુજરાત રાજ્યને જીએસટી હેઠળ ₹ ૬,૨૬૫ કરોડની આવક થયેલ છે જે મે-૨૦૨૪ માં થયેલ આવક રૂ. ₹ ૫,૨૩૪ કરતાં ૨૦% વધુ છે. અત્રે ઊલ્લેખનીય છે કે, મે-૨૦૨૫ માં રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી આવકનો ગ્રોથ ૧૬% રહેલ છે.

રાજ્યને મે-૨૦૨૫ માં વેટ હેઠળ ₹ ૨,૭૮૩ કરોડ, વિધ્યુત શુલ્ક હેઠળ ₹ ૧,૧૩૭ કરોડ અને વ્યવસાય વેરા હેઠળ ₹ ૨૨ કરોડ ની આવક થયેલ છે.

આમ, રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિધ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ ₹ ૧૦,૨૪૪ કરોડની આવક થયેલ છે. જે સતત જાન્યુઆરી-૨૦૨૫ થી દસ હજાર કરોડને પાર રહેલ છે.

GST Amnesty Scheme, 2024 અંતર્ગત પાત્રતા ધરાવતા કુલ ૧૦૬૪૩ કેસની આવેલ અરજીઓ પૈકી મે-૨૦૨૫ સુધીમાં ૬૦% અરજીઓનો નિકાલ કરવામાં આવેલ છે આથી ૬૪૦૦ ઉપરાંત કેસોમાં કરદાતાઓની વસુલાત પૂર્ણ થયેલ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now