પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા કેસોમાંથી વધુ એક કેસ રાજ્ય સરકારે પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં હાર્દિક પટેલ સહિત 17 પાટીદાર આગેવાનો સામેની ફરિયાદ પરત ખેંચવાની મંજૂરી આપવામાં આવી છે. આ કેસમાં પરવાનગી વિના રેલી યોજવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા અગાઉ પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા કેસોની સમીક્ષા કરીને તબક્કાવાર પરત ખેંચવાની ખાતરી આપવામાં આવી હતી. તે જ પ્રક્રિયાના ભાગરૂપે આ કેસ પરત લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો: "તું તો હીરો છે યાર બધાનો, તારા લીધે તો ચૈતર જેલમાં ગયો..." : સ્ટેજ પરથી કોની સામે ઇશારો કરીને મનસુખ વસાવાએ આવું કહ્યું?
રામોલમાં નોંધાયો હતો કેસ
પોલીસ ફરિયાદ અનુસાર, પાટીદાર અનામત આંદોલન દરમિયાન અમદાવાદના રામોલ વિસ્તારમાં જરૂરી પરવાનગી વિના રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મામલે હાર્દિક પટેલ સહિત 17 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. હવે રાજ્ય સરકારે આ કેસ પાછો ખેંચવાનો નિર્ણય લેતાં કોર્ટમાં જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે.
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ હાલમાં ભાજપના ધારાસભ્ય છે. તેઓ પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ચહેરા તરીકે રાજ્યભરમાં જાણીતા બન્યા હતા. આંદોલન દરમિયાન રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં અનેક કેસ નોંધાયા હતા, જેમાંથી છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક કેસ રાજ્ય સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા છે.
આ પણ વાંચો: મુકો લાપસીના આંધણ : 30 જુલાઈ સુધી મેઘરાજાની થશે મહેર, અંબાલાલ પટેલે કરી આગાહી
તબક્કાવાર કેસ પરત ખેંચવાની પ્રક્રિયા
રાજ્ય સરકારે અગાઉ જાહેર કર્યું હતું કે પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા કેસોની કાયદાકીય સમીક્ષા કરીને યોગ્ય કેસો તબક્કાવાર પરત લેવામાં આવશે. આ નિર્ણયને પણ તે જ પ્રક્રિયાનો એક ભાગ માનવામાં આવી રહ્યો છે.
હાર્દિક પટેલ સહિત 17 લોકો સામેનો કેસ પરત ખેંચાતા પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા વધુ એક કાયદાકીય પ્રકરણનો અંત આવવાની દિશામાં આગળ વધ્યો છે.






