Home Gujarat Gujarat Government Schools Modern Sports Kits Distribution Nep 2020

ગુજરાતની 34 હજારથી વધુ સરકારી શાળાઓમાં સ્પોર્ટ્સ ક્રાંતિ : વિદ્યાર્થીઓને મળશે અત્યાધુનિક રમતગમત કિટ્સ,‘Fit India’ તરફ ગુજરાતનું મક્કમ પગલું

Gandhinagar News
Published by: Viral Patel
Last Updated: Jun 02, 2026, 01:35 PM IST

Gandhinagar News: રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને નાનપણથી જ રમતગમત પ્રત્યે રુચિ કેળવાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા એક પ્રશંસનીય અને મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજાના કુશળ માર્ગદર્શન હેઠળ 'સમગ્ર શિક્ષા, ગુજરાત' દ્વારા રાજ્યની 34,000થી વધુ સરકારી શાળાઓને અત્યાધુનિક સ્પોર્ટ્સ કિટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-NEP-૨૦૨૦ના પથદર્શક સૂચનો મુજબ, રમતગમતને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે આ ઐતિહાસિક પગલું લેવામાં આવ્યું હોવાનું 'સમગ્ર શિક્ષા'ની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

દાઉદના નજીકના સાથી સલીમ ડોલાના નેટવર્ક પર ED નો સકંજો : ગુજરાત સહિત 20 સ્થળોએ દરોડા

ઑલ-ઇન-વન સ્પોર્ટ્સ કિટ: ઇન્ડોરથી આઉટડોર ગેમ્સનો સમન્વય

શાળાઓને ફાળવવામાં આવેલી આ અત્યાધુનિક કિટ્સમાં વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક ક્ષમતા ખીલે તેવા તમામ જરૂરી સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 'સમગ્ર શિક્ષા' અભિયાન હેઠળ વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં સરેરાશ ૩૦ વિવિધ સાધનોની એક કિટ મુજબ ફાળવણી કરાઈ છે. કેરેમ બોર્ડ (રેગ્યુલર અને સ્મોલ સાઈઝ), પ્રીમિયમ સ્ટ્રાઈકર અને ચેસ સેટ. વુડન ક્રિકેટ બેટ (વિવિધ સાઈઝ), ટેનિસ બોલ (સોફ્ટ અને હાર્ડ), ક્રિકેટ સ્ટમ્પસ, ફૂટબોલ, વોલીબોલ, હેન્ડબોલ અને બેડમિન્ટન સેટ. જેવેલીન (ભાલો), ડિસ્કસ (ચક્ર ફેંક), શોટપુટ (ગોળા ફેંક), હર્ડલ સેટ, સ્કીપીંગ રોપ (દોરડા), સ્ટોપવોચ, રેલે બેટોન્સ અને માર્કિંગ કોન સેટ.

NEP-૨૦૨૦ અને બજેટરી પીઠબળ

NEP-૨૦૨૦ અંતર્ગત ગુણવત્તાયુક્ત શિક્ષણના ભાગરૂપે, રાજ્યની તમામ સરકારી શાળાઓ અને PM SHRI શાળાઓ માટે બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. સરકારનો ઉદ્દેશ્ય માત્ર પુસ્તકીય જ્ઞાન આપવાનો નથી, પરંતુ રમતગમત દ્વારા શિક્ષણ (Sports-Integrated Learning) આપવાનો છે.

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 'સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન'નો ભવ્ય પ્રારંભ : કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે કર્યું શ્રમદાન

રમતગમતથી કયા કૌશલ્યો ખીલશે?

આ અભિગમથી વિદ્યાર્થીઓમાં માત્ર શારીરિક ચપળતા જ નહીં, પરંતુ સંઘભાવના (Teamwork), સહકાર, સ્વ-શિસ્ત, જવાબદારી અને આત્મનિર્ભરતા જેવા અગત્યના જીવન કૌશલ્યોનો પણ કુદરતી વિકાસ થશે.

'Fit India' અને વૈશ્વિક મંચ પર ગુજરાત ચમકશે

આ નવતર પહેલ ભારત સરકારના મહત્વાકાંક્ષી 'Fit India Movement'ના લક્ષ્યોને સિદ્ધ કરવામાં પાયાનું યોગદાન આપશે. રાજ્ય સરકારના આ સઘન અને નિષ્ઠાપૂર્વકના પ્રયાસોથી ગ્રામીણ તેમજ શહેરી સ્તરે સરકારી શાળાઓમાં છુપાયેલી અસંખ્ય ખેલ પ્રતિભાઓને નાની ઉંમરે જ યોગ્ય મંચ અને સાધનો મળશે. આ ખેલાડીઓ ભવિષ્યમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમીને ગુજરાત અને દેશનું નામ રોશન કરશે એમાં કોઈ બેમત નથી.

હવે પોલીસ સુધી પહોંચવું બન્યું વધુ સરળ! : ગુજરાતનું 'જનસંપર્ક કેન્દ્ર' બની રહ્યું છે ન્યાયનું નવું સરનામું


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now