Home Gujarat Gujarat Gandhinagar Hit And Run Case In Court Latest Update

ગાંધીનગર Hit and run ના આરોપીને કોર્ટમાં રજુ કરાયો : જાણો કોર્ટે શું કહ્યું?

ગાંધીનગર Hit and run ના આરોપીને કોર્ટમાં રજુ કરાયો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 26, 2025, 12:41 PM IST

Gandhinagar hit and run case update: ગઈકાલે સર્જાયેલા ગંભીર હીટ એન્ડ રનમાં 2 લોકોના કરુણ મોત નીપજ્યા હતા અને 3 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ આરોપી નશાની હાલતમાં હોય તેવું જણાતા તેને ગાંધીનગર સિવિલ ખાતે લઇ જવામાં આવ્યો અને તેનું મેડીકલ કરવામાં આવ્યું હતું ત્યારબાદ પોલીસ દ્વારા તેને કસ્ટડીમાં લઇ જવામાં આવ્યો હતો. આરોપી હિતેશ પટેલને આજે પોલીસ દ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો.


કોર્ટમાં શું બન્યું?

પોલીસે આજે આરોપી હિતેશ પટેલને કોર્ટમાં રજુ કર્યો હતો અને કોર્ટ પાસે 7 દિવસના પોલીસ રિમાન્ડની માંગ કરી હતી. ગાંધીનગર કોર્ટે 5 દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે અને પોલીસ દ્વારા હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

પોલીસ દ્વારા રિમાન્ડ કેમ માંગવામાં આવ્યા?

ઘટના સમયે ગાડી કેટલી સ્પીડમાં હતી? આરોપી સાથે ગાડીમાં અન્ય કોણ હતું? તેની તપાસ કરવા માટે પોલીસ દ્વારા 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. હજુ સુધીમાં પોલીસ દ્વારા આરોપીના નશીલા પદાર્થના સેવન અંગે કોઈ ખુલાસાઓ કરવામાં આવ્યા નથી

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now