વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામ અને આણંદ જિલ્લાને જોડતો મહીનદી ઉપરનો બ્રિજ આજે તૂટી પડ્યો છે. જો કે, આ પુલના બે કટકા અને 13 જેટલા લોકોના મોત કોની બેજવાબદારીથી થયા છે તે સૌથી મોટો સવાલ છે, તો બીજી તરફ એ પણ સવાલ થાય છે કે, રાજ્યમાં પુલ ધરાશાયી થઈ જવા, બેન્ડ થઈ જવા કે, પછી ચોમાસામાં ધોવાઈ જવા જેવી વારંવાર ઘટનાઓ બને છે. વાંચો લિસ્ટ...
- ભ્રષ્ટ કામગીરીના બોલતા પુરાવાનું લિસ્ટ
- ગંભીરા બ્રિજ દુર્ઘટના (9 જુલાઈ 2025)
બોટાદમાં પુલ ધોવાયો (જૂન 2025 –દિવસ પહેલાં)
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ (5 નવેમ્બર, 2024)
બોડેલી-છોટાઉદેપુર પુલ (28 ઓગસ્ટ 2024)
ચોટીલાના હબિયાસર ગામ પાસેનો પુલ ધરાશાયી (27 ઓગસ્ટ 2024)
મોરબીના હળવદમાં પુલ ધરાશાયી (26 ઓગસ્ટ 2024)
સુરત શહેરમાં ઉદ્ઘાટન પહેલાં જ નમી ગયો મેટ્રોનો પુલ (30 જુલાઈ 2024)
મહેસાણાના આંબેડકર બ્રિજમાં ગાબડું (14 ફેબ્રુઆરી 2024)
ખેડા જિલ્લાના બામણગામથી પરિએજને જોડતો બ્રિજ ધરાશાયી (4 ઓક્ટોબર 2023)
ધંધુસરનો 45 વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી (5 જુલાઈ 2023)
મોરબીનો ઝૂલતો પુલ દુર્ઘટના (30 ઓક્ટોબર 2022)
રાજકોટના માધાપર ચોકડી પાસે બ્રિજ ધરાશાયી (25 જાન્યુઆરી 2022)
મુમતપુરા બ્રિજનો એક સ્પાન પડ્યો (21 ડિસેમ્બર 2021)
મહેસાણા બાયપાસ હાઇવે પરનો બ્રિજ બેન્ડ થઈ ગયો (24 જાન્યુ 2020)
રાજકોટ જિલ્લાના આજીડેમ ચોકડી પાસે પણ પુલ તૂટી પડવાની દુર્ઘટના (2020)
અમદાવાદનો હાટકેશ્વર પુલ - ડેમજ થઈ ગયો (2017)
દમણગંગા પુલ ધરાશાયી (28 ઓગષ્ટ 2003)






