Gujarat Weather Update: કાળજાળ ગરમીની શરૂઆત થઈ ચુકી છે. ગુજરાતમાં લગભગ દરેક જિલ્લામાં સવારના 10 વાગ્યા બાદ ગરમીનો પ્રકોપ જોવા મળે છે. બપોરના 12 વાગ્યા બાદ તો રાજ્યભરના મોટાભાગના શહેરોમાં રસ્તોએ સુમસામ જોવા મળી રહ્યાં છે. તેનું સૌથી મોટું કારણ છે અસહ્ય ગરમી. રાજ્યના તાપમાનમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી તમને હચમચાવી શકે છે. હવામાન વિભાગ દ્વારા એવી અનુમાન લગાવવામાં આવ્યું છેકે, દર વર્ષની સરખામણીએ આ વર્ષે વધારે ગરમી પડી શકે છે.
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર ગુજરાતમાં ફરી એકવાર તાપમાન વધી શકે છે. આગામી 4 થી 5 દિવસ સુધી ગુજરાતમાં આજ ઝરતી ગરમી પડે તેવી સંભાવના છે. આગામી 4 થી 5 દિવસ દરમિયાન રાજ્યભરના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. ખાસ કરીને રાજ્યના ઉત્તર ગુજરાત સિવાય બાકીના ઝોનમાં હાલત ખરાબ થઈ શકે છે. મધ્ય ગુજરાત અને કચ્છમાં હીટવેવની આગાહી છે. સૌરાષ્ટ્રમાં પણ ગરમી કહેર મચાવી શકે છે.
ફરી હીટવેવ મચાવશે હાહાકાર!
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના મોટા શહેરોમાં ગરમીનો પારો વધુ ઉંચો જઈ શકે છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં અગનભઠ્ઠી સમાન સ્થિતિ સર્જાઈ શકે છે. અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હવામાન વિભાગ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટબન્સના સાયક્લોનિક સરક્યુલેશન અને ટ્રફની સક્રિયતા ઘટતા ગરમીની અસર શરૂ થશે.
સૌરાષ્ટ્રમાં કેવી રહેશે સ્થિતિ?
આ વખતે સૌરાષ્ટ્ર માટે પણ ઉનાળો આકરો રહેશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામા આવ્યું છે. આ વર્ષે ઉનાળાની શરૂઆત સાથે જ રાજકોટ સૌથી વધુ તાપમાનની નોંધણીમાં ટોપ પર રહ્યું છે. એકતરફ દેશના કેટલાક ભાગમાં વરસાદ વરસ્યો છે. ત્યારે ગુજરાતમાં આભમાંથી જળને બદલે આગ વરસવાનું જોર વધ્યું છે. રવિવારે રાજ્યમાં અનેક શહેરોમાં કાળઝાળ ગરમી નોંધાઈ છે. રાજ્યના 7 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું.
બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી છેકે, ધૂળની ડમરીઓ સાથે વરસાદનું આગમન થઈ શકે છે. રાજ્યમાં ચાલુ વર્ષે પવનનું જોર વધી શકે છે. ગુજરાતમાં ચોમાસા પહેલાં ભારે પવન ફૂંકાઈને તોફાની સ્થિતિ ઉભી થઈ શકે છે. આ મહિનાના અંત સુધીમાં પવનની ગતિ 50 સુધી પહોંચી શકે છે. જેથી કાચા અને પતરાવાળા મકાનોને પણ ભારે નુકસાનનીની ભીતિ સેવાઈ રહી છે. દરિયામાં પણ ચક્રવાતની સ્થિતિ સર્જાઈ શકે છે. મે મહિનામાં બંગાળના ઉપસાગરમાં ભારે પવન સાથે વાવાઝોડું આવી તેવી સંભાવના પણ વ્યક્ત કરી છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ






