Home Gujarat Gujarat Flood And Heavy Rainfall Alert By Ambalal Patel

આજથી 7 દિવસ ગુજરાતમાં ધમાચકડી મચાવશે મેઘરાજા : અંબાલાલ પટેલની તોફાની આગાહી! અતિભારે વરસાદની સંભાવનાને પગલે કયા વિસ્તારોને સર્તક રહેવા સુચના?

આજથી 7 દિવસ ગુજરાતમાં ધમાચકડી મચાવશે મેઘરાજા
Published by: OBS Bureau
Last Updated: Jul 06, 2025, 11:51 AM IST

Gujarat Rain Alert: ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ તરફથી કરાઈ છે. રાજ્યમાં હાલમાં ત્રણ તીવ્ર વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના પરિણામે આગામી 7 દિવસ સુધી ધોધમાર વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે ખાસ કરીને ખેડૂતો અને તળિયાવાસીઓને સાવચેત રહેવા સૂચવ્યું છે, કારણ કે હાલનો વરસાદ પાક માટે અનુકૂળ નથી અને વરાપ લેવા માટે પણ આ સમય યોગ્ય નથી.

હળવાશથી ન લો આ આગાહી!
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે આપેલી ચેતવણી હળવાશથી લેવાની ભૂલ ના કરવી. કારણકે,જનતા, તંત્ર અને ખેડૂતો માટે આ આગાહી અત્યંત મહત્વની છે. આવતી કાલથી આગામી એક સપ્તાહ સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. તેથી સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે.

ક્યાં-ક્યાં થઈ શકે છે ભારે વરસાદ?
અમદાવાદ અને ગાંધીનગર: આજથી હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજની સંભાવના.
મધ્ય ગુજરાત: ભારે વરસાદની આગાહી, ખાસ કરીને આગામી ત્રણ દિવસ માટે.
દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર: 8 થી 10 ઇંચ સુધી વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ: આગામી 48 કલાક માટે ઓરેન્જ એલર્ટ, અતિ ભારે વરસાદની શક્યતા.
દક્ષિણ ગુજરાત (સુરત, તાપી, નર્મદા): 2 ઓગસ્ટથી 8 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદ, તાપી અને નર્મદા નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.

હવામાનની સ્થિતિઃ
હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, લો-પ્રેશર ઝોન અને અરબી સમુદ્રમાંથી ભેજ ભરેલા પવન ગુજરાત પર અસર કરી રહ્યાં છે.
દરિયાકાંઠે પવનની ઝડપ 45 થી 55 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
દરિયાઈ વિસ્તારોમાં અને માછીમારો માટે ખાસ ચેતવણી: આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના.
રાજ્યનું સરેરાશ તાપમાન 32℃ આસપાસ રહેશે.

અગત્યની સૂચનાઓ:
નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને અગાઉથી સુરક્ષિત સ્થળે જવાનું સૂચન.
ખેતી કરતા ખેડૂતોએ નવી વાવણી કે વરાપ માટે હજુ રાહ જોવી.
જનજીવનમાં વિઘ્ન ન પડે તે માટે સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવું.
માછીમારોને દરિયો ખેડવાથી વિમુખ રહેવું – જીવનની સલામતી પહેલા.
તળાવો, નદી નાળાઓ અને ડેમ નજીકની પ્રવૃત્તિઓ ટાળવી.

24 થી 30 જુલાઈ અને ત્યારબાદ પણ વરસાદ ચાલુ રહેશે-
અંબાલાલ પટેલે આગળની આગાહી પણ કરી છે કે 24 જુલાઈથી 30 જુલાઈ દરમ્યાન રાજ્યના અનેક ભાગોમાં ફરી વરસાદનો દોર શરૂ થશે. 2 ઓગસ્ટથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે તાપી અને નર્મદા બે કાંઠે થવાની ચેતવણી આપવામાં આવી છે. જેના કારણે પાણી ઘરમાં ઘૂસે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now