Home Gujarat Gujarat Email To Blow Up Bhuj Court With A Bomb

ભુજ- વડોદરાની કોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી : ઈમેલ મળતા જ ખાલી કારવાયા પરિસર, તંત્ર એલર્ટ પર

ભુજ- વડોદરાની કોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 05, 2026, 07:03 AM IST

રાજ્યમાં ફરી એકવખત બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલનો સિલસિલો શરૂ થઈ ગયો છે. આજે સવારે ભુજ- વડોદરાની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઈમેલ મળતા જ તંત્ર એલર્ટ પર આવી ગયું છે. માહિતી મળતા તાત્કાલિક ધોરણે બોમ્બ ડિટેક્શન, ડોગ સ્કવોડ, પોલીસ અને ફાયર બ્રિગેડ સહિતની ટીમો ઘટનાસ્થળે મોકલી મોકલી દેવામાં આવી છે.

ભુજની જિલ્લા કોર્ટને મળ્યો ઈમેલ

ભુજની જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળતા કોર્ટ પરિસરમાં હડકંપ મચી ગયો હતો. ધમકી મળતા જ તંત્ર દ્વારા તાત્કાલિક કોર્ટ પરિસર ખાલી કરાવી દેવામાં આવ્યું હતું.

વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટને મળી ધમકી

બીજી તરફ વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટને પણ ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા વ્યવસ્થાઓ વધુ કડક કરવામાં આવી છે. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તેમજ બોમ્બ ડિટેક્શન અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

સુરક્ષાના ભાગરૂપે કોર્ટની અંદર ચાલી રહેલ તમામ કામકાજ તાત્કાલિક બંધ કરાવી દેવામાં આવ્યું હતું અને સમગ્ર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

હાલ સમગ્ર મામલે સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ધમકી આપનાર વ્યક્તિને શોધવા માટે ઈમેલના સ્ત્રોત સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે અત્યાર સુધી કાઇ શંકાસ્પદ મળ્યું નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now