Home Gujarat Ahmedabad Gujarat Election Security 29k Buildings 60k Police

ગુજરાતમાં ચૂંટણી જંગ માટે ગુજરાત પોલીસ સજ્જ : 29 હજાર બિલ્ડિંગોમાં મતદાન અને 60 હજાર જવાનોનો લોખંડી બંદોબસ્ત

Gandhinagar News
Published by: Viral Patel
Last Updated: Apr 22, 2026, 01:54 PM IST

Gandhinagar News: રાજ્યમાં આગામી ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે સંપન્ન કરવા માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ વખતે સુરક્ષા વ્યવસ્થા એટલી ચુસ્ત રાખવામાં આવી છે કે અસામાજિક તત્વો માથું ન ઉચકી શકે.

સુરક્ષા દળોનો કાફલો મેદાનમાં

ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે રાજ્યભરમાં ૬૦ હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે. આ સુરક્ષા ચક્રમાં માત્ર પોલીસ જ નહીં, પરંતુ અન્ય દળોનો પણ સમાવેશ થાય છે, ગુજરાત પોલીસ ના જવાનો, હોમગાર્ડ દળ, જીઆરડી (GRD) જવાનો.

આ પણ વાંચો: રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વજુભાઈ વાળાની એન્ટ્રી : અસંતોષ ઠારવા ભાજપે ‘ભીષ્મ પિતામહ’ને મેદાનમાં ઉતાર્યા

મતદાન મથકો અને સંવેદનશીલ વિસ્તારો

રાજ્યભરમાં કુલ ૨૯,૦૦૦ જેટલા બિલ્ડિંગોમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચ અને પોલીસ દ્વારા મતદાન મથકોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે જેથી સુરક્ષામાં કોઈ કચાસ ન રહી જાય. અતિસંવેદનશીલ અને સંવેદનશીલ ગણાતા તમામ મતદાન મથકો પર હથિયારી પોલીસ જવાનો તૈનાત રહેશે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકી શકાય.

ગુનેગારો પર કડક તવાઈ

ચૂંટણી પહેલા વાતાવરણ ડહોળાય નહીં તે માટે પોલીસે અગાઉથી જ ઓપરેશન શરૂ કરી દીધું છે. અત્યાર સુધીમાં ૧,૦૦૦થી વધુ કેસ કરવામાં આવ્યા છે, જેમાં નીચે મુજબના કડક પગલાં લેવાયા છે. ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા શખ્સોને તડીપાર કરવામાં આવ્યા છે. લાંબા સમયથી નાસતા-ફરતા ભાગેડુ કેદીઓની ધરપકડ કરવામાં આવી છે. અસામાજિક તત્વો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સુરતમાં આલીશાન હોટલ અને ફ્લેટ બનાવવાના બહાને કરોડોની ઠગાઈ : જાણો શું હતી છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી

પોલીસ વડા દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે મતદાન મથકની આસપાસ કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ડરનું વાતાવરણ ઉભું કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. શાંતિપૂર્ણ મતદાન એ જ વહીવટી તંત્રની પ્રથમ પ્રાથમિકતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now