Home Gujarat Gujarat Dhuleti 2026 Drowning Incidents 27 Deaths

ગુજરાતમાં ધૂળેટીના પર્વે કાળનો પંજો : નદી-તળાવમાં ડૂબી જવાથી 27 જિંદગીઓ હોમાઈ, અનેક પરિવારોમાં માતમ

ગુજરાતમાં ધૂળેટીના પર્વે કાળનો પંજો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 05, 2026, 06:46 AM IST

રંગોનો પર્વ અને ધૂળેટીની ખુશીઓનો દિવસ ગુજરાતમાં અનેક પરિવારો માટે 'કાળો' સાબિત થયો છે. 4 માર્ચ 2026 ના રોજ રાજ્યના વિવિધ જળાશયોમાં નહાવા પડેલા 27 જેટલા લોકોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે. ધૂળેટી રમ્યા બાદ શરીર પરથી રંગ સાફ કરવા નદી, તળાવ કે કેનાલમાં ઉતરેલા યુવાનો અને બાળકો માટે પાણીની ઊંડાઈ જીવલેણ બની હતી.
અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ ખુવારી

અમદાવાદમાં બે અલગ-અલગ ઘટનાઓમાં કુલ 7 લોકોના મોત થયા છે. સાબરમતી રિવરફ્રન્ટ પાસે કુબેરનગરના 4 યુવાનો અને માંડલના સીતાપુર ગામે ઝોલાસર તળાવમાં 3 માસૂમ બાળકો ડૂબી ગયા હતા. બીજી તરફ, દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ સ્થિતિ ગંભીર રહી હતી. બારડોલીની મીંઢોળા નદીમાં 4 મિત્રો અને માંગરોળની કીમ નદીમાં 3 યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

જિલ્લો

મુખ્ય અસરગ્રસ્ત વિસ્તાર

મૃત્યુઆંક

મહીસાગર

કોઠંબા (નાકા તળાવ)

04

અમદાવાદ

રિવરફ્રન્ટ અને સીતાપુર

07

સુરત

ઈસરોલી અને પાનસરા

07

અરવલ્લી

માલપુર અને ધનસુરા

04

મહેસાણા

મોટી દાઉ અને કડી

02

અન્ય

અમરેલી, કચ્છ, નર્મદા

03

બાળકો અને યુવાનો બન્યા ભોગ

આ આઘાતજનક ઘટનાઓમાં મૃત્યુ પામેલાઓમાં મોટાભાગે 9 વર્ષના બાળકોથી લઈને 25 વર્ષની વયના આશાસ્પદ યુવાનોનો સમાવેશ થાય છે. મહીસાગરના કોઠંબામાં એકસાથે 4 મિત્રોના મોત થયા ત્યારે અરવલ્લીમાં બે પિતરાઈ ભાઈઓના મોત થયા છે.
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ અને તરવૈયાઓની ટીમો એક્શનમાં આવી હતી. મોડી રાત સુધી સર્ચ ઓપરેશન ચલાવીને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. હોસ્પિટલો બહાર સ્વજનોના હૃદયદ્રાવક આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now