Home Gujarat Gujarat Day 2025 Happy Birthday Gujarat Maharastra Mumbai 1st May History Of Gujarat

Happy Birthday Gujarat : શું તમે જાણો છો કઈ રીતે થયો હતો ગુજરાત રાજ્યનો જન્મ? જાણવા જેવો છે ગુજરાતના સ્થાપના દિવસનો ઈતિહાસ

Happy Birthday Gujarat
Play Video
Published by: OBS Bureau
| Last Updated: May 02, 2025, 04:53 AM IST

Gujarat Day 2025: આ વર્ષે રાજ્યના પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ગુજરાત ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજયો. દર વર્ષની જેમ, 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસ ઊજવવામાં આવે છે. આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. 1960માં બૃહદ મુંબઇ રાજ્યમાંથી અલગ થઈ ગુજરાત પોતાનું જુદું રાજકીય અસ્તિત્વમાં આવ્યું.આ દિવસ રાજ્યના ઇતિહાસ, સંસ્કૃતિ અને વિકાસના યાત્રાનો સ્મારક છે.

ગુજરાત સ્થાપનાનો ઇતિહાસઃ
1947 પછીનો કાળ: ભારતની આઝાદી બાદ પશ્ચિમ ભારતના રજવાડાં ભેગાં કરીને ત્રણ મુખ્ય પ્રદેશો બનાવવામાં આવ્યા – સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઇ રાજ્ય.

1956નો પુર્નગઠનનો કાયદો: મુંબઇ રાજ્યમાં કચ્છ, સૌરાષ્ટ્ર, હૈદરાબાદના કેટલાક ભાગો અને મધ્યપ્રદેશના વિસ્તાર જોડાયા. આને "બૃહદ મુંબઇ રાજ્ય" કહેવામાં આવ્યું.

ભાષા આધારિત વિભાજન: આ નવા રાજ્ય બૃહદ મુંબઇમાં મુખ્યત્વે ઉત્તરમાં ગુજરાતી અને દક્ષિણમાં મરાઠી ભાષા લોકો બોલતા હતા. અહીંથી જ "મહાગુજરાત આંદોલન" ની શરૂઆત થઈ, જેનો મુખ્ય ઉદ્દેશ ભાષાના આધાર પર અલગ રાજ્યની રચના કરવાનો હતો. અંતે, 1 મે 1960ના રોજ, ગુજરાત અને મહારાષ્ટ્ર તરીકે બૃહદ મુંબઇ રાજ્યનું વિભાજન કરવામાં આવ્યું. આ દિવસથી ગુજરાત પોતે એક જુદું રાજ્ય બન્યું. મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી બાદ 1 મે, 1960ના રોજ બૃહદ મુંબઇ રાજ્યના બે ભાગ પાડવામાં આવ્યા – તેને આજે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે.

આમ 1 મેના દિવસે ગુજરાત સ્થાપના દિવસની સાથે સાથે મહારાષ્ટ્ર સ્થાપના દિવસ પણ છે. તે સમયે કેન્દ્રમાં જવાહરલાલ નેહરુ વડાપ્રધાન હતા. શરૂઆતમાં તેઓએ આ માંગની અવગણના કરી પરંતુ જ્યારે ગુજરાતમાં અલગ રાજ્યની માંગ વધુ ઉગ્ર બની ત્યારે કેન્દ્ર અને તત્કાલીન બોમ્બે રાજ્ય સરકારે માંગ સ્વીકારવી પડી હતી. આ સાથે બંને રાજ્યો 1 મેના રોજ અસ્તિત્વમાં આવ્યા.

ગુજરાત વિશે જાણવા જેવું?
રાજધાની: ગાંધીનગર
રાજ્યપાલ: આચાર્ય દેવવ્રત
મુખ્યમંત્રી: ભૂપેન્દ્ર પટેલ
વસ્તી: 63.02 મિલિયન (2021 વસ્તી ગણતરી)
બોલાતી ભાષા: ગુજરાતી (સત્તાવાર), હિન્દી, અંગ્રેજી અને અન્ય પ્રાદેશિક ભાષાઓ
ધર્મ: હિંદુ ધર્મ (બહુમતી), ઇસ્લામ, બૌદ્ધ, ખ્રિસ્તી, જૈન ધર્મ
લિંગ ગુણોત્તર: 919 સ્ત્રીઓ પ્રતિ 1000 પુરૂષો
સાક્ષરતા સ્તર: 72.08%

મહાગુજરાત આંદોલન અને ઈન્દુલાલ યાજ્ઞિકનો યોગદાન:
મહાગુજરાત આંદોલન ગુજરાતના ઇતિહાસમાં એક ઐતિહાસિક લક્ષ્યાંક છે. આ આંદોલનના અગ્રણી અને લોકપ્રિય નેતા ઈન્દુલાલ યાજ્ઞિક, જેને લોકો “ઇન્દુ ચાચા” તરીકે ઓળખતા, તેમણે અલગ ગુજરાતી ભાષાવાળું રાજ્ય બનાવવાના હક્ક માટે અગ્રણી ભૂમિકા ભજવી. મહાગુજરાત આંદોલન પછી ગુજરાત રાજ્યની રચનાનો માર્ગ મોકળો થયો. આનો શ્રેય ઈન્દુલાલ યાજ્ઞિકને આપવામાં આવે છે. તેઓ લોકોમાં ઈન્દુ ચાચા તરીકે લોકપ્રિય હતા. આઝાદીના થોડા વર્ષોમાં જ અલગ ગુજરાત રાજ્યની માંગ ઉઠવા લાગી. આ માંગને વર્ષ 1955-56ની આસપાસ વેગ મળ્યો.

તે સમયે કેન્દ્રમાં જવાહરલાલ નેહરુ પ્રધાનમંત્રી હતા. શરૂઆતમાં તેઓએ આ માંગની અવગણના કરી પરંતુ જ્યારે ગુજરાતમાં અલગ રાજ્યની માંગ વધુ ઉગ્ર બની ત્યારે કેન્દ્ર અને તત્કાલીન બોમ્બે રાજ્ય સરકારે માંગ સ્વીકારવી પડી હતી. આ સાથે બંને રાજ્યો 1 મેના રોજ અસ્તિત્વમાં આવ્યા. જ્યાં ગુજરાતી ભાષા બોલાતી હતી તેને ગુજરાતનો એક ભાગ બનાવવામાં આવ્યો અને જે ભાગમાં જે મરાઠી બોલાતી હતી તેમને મહારાષ્ટ્રમાં રાખવામાં આવ્યા હતા.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

નાગરિકોએ ગભરાવાની કોઈ જરૂર નથી....: પેટ્રોલ-ડીઝલની કોઈ જ તંગી નથી, ગુજરાત પાસે પુરતો બફર સ્ટોક, લાંબી લાઈનો લગાવવાની જરૂર નથી

નાગરિકોએ ગભરાવાની કોઈ જરૂર નથી....

ગુજરાતમાં પેટ્રોલ પંપો પર અફરાતફરીનો માહોલ: ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સરકાર પાસે માંગી સ્પષ્ટતા

ગુજરાતમાં પેટ્રોલ પંપો પર અફરાતફરીનો માહોલ

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે: વડોદરામાં આદિવાસી સંમેલન દરમિયાન આપ્યા મોટા રાજકીય સંકેત

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી: અફવા ફેલાવનારાઓ સાવધાન, ગુજરાતના ડેપ્યૂટી સીએમ હર્ષ સંઘવીની કડક ચેતવણી

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી
Play Video

કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ભડકો: માલવાહક ગાડીઓના ભાડામાં 20%નો તોતિંગ વધારો, જાણો શું છે કારણ

કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ભડકો