Home Gujarat Gujarat Connection Probed In Gujarat Ats Red Case In Jodhpur

જોધપુરમાં ગુજરાત ATS રેડ કેસ : ગુજરાત કનેક્શનની તપાસ, 6 પેડલરો ઝડપાયા, ઇન્ટરનેશનલ રેકેટ?

જોધપુરમાં ગુજરાત ATS રેડ કેસ
Published by: OBS Bureau
Last Updated: Dec 09, 2025, 04:32 AM IST

રાજસ્થાનના જોધપુર જિલ્લાના સોઈંત્રા ગામમાં રાજસ્થાન પોલીસે અને ગુજરાત ATS એ મોટી કાર્યવાહી કરતાં લગભગ 40 કરોડ રૂપિયાના લિક્વિડ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો છે. ગુજરાત ATSના ACP શંકર ચૌધરીને મળેલી ગુપ્ત માહિતીના આધારે ટીમે દરોડો પાડી, ગામમાં ચાલી રહેલી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો.

40 કિલો લિક્વિડ એમડી ડ્રગ્સ

ફેક્ટરીમાંથી 40 કિલો લિક્વિડ એમડી ડ્રગ્સ મળી આવ્યા છે. આ કેસમાં લાંબા સમયથી વોન્ટેડ રહેલો મુખ્ય આરોપી મોનુ ઓઝા સહિત કુલ છ પેડલરોને પોલીસે દબોચી લીધા છે. પકડાયેલા અન્ય આરોપીઓમાં ડુંગર સિંહ, અલીમુદ્દીન, ગોવિંદ સિંહ, રણવિજય સિંહ તથા અઝીઝ ખાનનો સમાવેશ થાય છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ડ્રગ્સ રેકેટ માત્ર રાજસ્થાનમાં નહીં પરંતુ ગુજરાતમાં પણ સક્રિય હતો.

પોલીસે તપાસ તેજ કરી! થશે મોટા ખુલાસા!

ફેક્ટરી ચલાવવામાં ગુજરાતના મોટા માથાઓની સંડોવણી હોવાની પણ શંકા છે, જ્યારે પોલીસને આ ગેંગ પાછળ ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાના જોડાણોના પણ સંકેતો મળી રહ્યા છે. સમગ્ર ગોરખધંધાના પર્દાફાશ હાલ ATS અને પોલીસ દ્વારા વ્યાપક તપાસ ચાલુ રાખવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now