Gujarat Congress: ગુજરાતમાં કોંગ્રેસ બેઠી થવાના તમામ પ્રયાસ કરી રહી છે, પરંતુ કોંગ્રેસ માટે દિવસેને દિવસે બાજી હાથમાંથી સરકતી જતી હોય તેવું પણ જણાઈ રહ્યું છે, કારણ કે, અત્યાર સુધી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસનું જોર હતું. હવે આમ આદમી પાર્ટી પણ મેદાને આવી છે. જેમાં પણ ગઠબંધનમાંથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું વિભાજન થવું તે પણ બંને પક્ષો માટે એક પહાડ સમાન આફત બની છે. ત્યારે હવે કોંગ્રેસને તેની જૂની અને જાણીતી વોટ બેંક આખરે યાદ આવી હોય તેવું જણાઈ રહ્યું છે. કેમ કે, આ વખતે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ નેતા તરીકે તુષાર ચૌધરીની નિયુક્તિ કરી છે. તેમણે જેવો પદભાર સંભાળ્યો કે, કોંગ્રેસ સમિતિ આદિજાતિ વિભગની બેઠક બોલાવી લીધી હતી. એકાએક આદિવાસીઓના હક્ક યાદ આવી ગયા. ખેર અન્ય પક્ષોની માફક કોંગ્રેસને પણ કેટલી મન્સાઓ તો હોય જ ને... ત્યારે જાણીએ કોંગ્રેસને કેમ આદિવાસી વોટબેંકની વ્હારે..?
આદિવાસી વોટબેંક પર AAPની વધતી પક્કડ કોંગ્રેસને ખટકી!
ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટીની ધીરે ધીરે પક્કડ બની રહી છે. જેમાં પણ ચૈતર વાસાવાની વધતી લોક ચાહનાએ આમ આદમી પાર્ટી માટે એક મજબૂતાઈનો સંદેશ સમાન છે. આ આદિવાસી વિસ્તાર અંબાજીથી ઉમરગામ સુધીનો છે. જ્યાં એક સમય કોંગ્રેસની મજબૂત પક્કડ હતી. જો કે, હવે અંબાજી એટલે કે, દાંતા બેઠક પર કોંગ્રેસના કાંતિ ખરાડીની પક્કડ છે પરંતુ મધ્ય ગુજરાતના આદિવાસી પટ્ટામાં કોંગ્રેસના તળીયા જાટક થઈ ગયા છે.
ભાજપના આદિવાસી પટ્ટામાં વધતી બેઠકો?
સરકારે આદિવાસી સમાજ માટે અનેકવિધ યોજના બહાર પાડી છે, તેમજ આ વોટબેંક પર ભાજપ પણ સતત નજર રાખે છે. જ્યાં સરકારી કાર્યક્રમમાં, ઉજવણીઓ જે તમામ પર વધુ ભાર મુકવામાં આવી રહ્યો છે. રાજકીય નિષ્ણાંતોના મતે કે, ભાજપ જ્યાં એકવાર પક્કડ બનાવી લે છે ત્યાં વર્ષો વર્ષ પક્કડ કહી રીતે તે અંગે પૂર્વાનુંપૂર્વ આયોજન કરે છે. જ્યાં ભાજપના કાર્યકરો કઈ રીતે વધી શકે તે અંગે સતત ચિંતન અને વિચાર વિમર્શ કરે છે.
આદિવાસીઓના પ્રશ્નો કોંગ્રેસ ઉઠાવશે?
અત્રે જણાવીએ કે, આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આદિજાતિ વિભગની બેઠક યોજાઈ હતી. આદિવાસી સમાજને છેલ્લા 30 વર્ષથી થતા અન્યાય ચર્ચા કરવામાં આવી હોવાની કોંગ્રેસ વિગતો આપી હતી. ખોટા પ્રમાણપત્રો, જળ, જંગલ, જમીનના પ્રશ્નો તેમજ આદિવાસીઓના પ્રાણ પ્રશ્નોની ભાજપ સરકાર અવગણના કરી છે. સાથો સાથ સરકારે પરિપત્રમાં વનવાસી શબ્દનો પ્રયોગના બદલે આદિવાસી પ્રયોગ ન કપરો જોઈએ. બીરસા મુંડા, અને વિશ્વ આદિવાસી દિવસે જાહેર રજા રાખવી જોઈએ.
અમિત ચાવડાએ શું કહ્યું?
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ''આદિવાસીઓ તેમના અધિકારો માટે લડી રહ્યા છે, આદિવાસી સમાજ માટેનું બજેટ બીજે ક્યાંક વપરાય છે અને જે જમીન પર આદિવાસીઓનો મૂળભૂત અધિકાર છે. સ્ટેચ્યુ ઓફ યુનિટ પાસેનો વિસ્તાર પ્રતિબંધિત કરી દેવાયો છે. સ્થાનિકોને પણ એ વિસ્તારમાં પ્રવેશ અપાતો નથી. કોંગ્રેસના નેતાઓ આદિવાસીઓને મદદ કરવા જાય તો પોલીસ અટકાવે છે. આ તમામ મુદાઓ પર બેઠકનું આયોજન કરાયું છે
2027ની ચૂંટણીમાં આદિવાસી કોંગ્રેસ સાથે રહેશે: વિક્રાંત ભુરીયા
ઓલ ઈન્ડિયા આદિજાતિ વિભાગ પ્રમુખ અને મધ્યપ્રદેશના ધારાસભ્ય વિક્રાંત ભુરીયાએ કહ્યું કે, ''ગુજરાતમાં આદિવાસીઓની જમીન છીનવાઈ રહી છે, તાપી, વલસાડ, નર્મદાના 10 લાખ આદિવાસીઓ વિસ્થાપિત થાય તેવા આદેશ કરાયા છે. નર્મદામાં આદિવાસીઓને વિસ્થાપિત કરાયા પણ કોઈ લાભ અપાયા નહી, વિકાસની કિંમત આદિવાસી દરેક વખતે નહી ચૂકવે અને આદિવાસીઓ તેમના અધિકાર માટે લડાઈ લડવા તૈયાર છે. 2027ની ચૂંટણીમાં આદિવાસી કોંગ્રેસ સાથે રહેશે.
નેતા તુષાર ચૌધરીએ શું કહ્યું?
વિધાનસભા વિરોધપક્ષના નેતા તુષાર ચૌધરીએ કહ્યું કે, ''આદિવાસીઓને મેનેજમેન્ટ ક્વોટામાં એડમિશન બાદ પણ સ્કોલરશીપ લાભ મળવો જોઈએ, 10 લાખ જેટલા આદિવાસીઓ વિવિધ પ્રોજેક્ટ્સના લીધે બેઘર બનશે તે મુદ્દા મહત્વના છે''






