Home Gujarat Gujarat Congress Nsui Launches Say No To Drugs Campaign Bike Rally

"આવો ગુજરાત પોલીસ ભવનમાં વન ટુ વન થઈ જાય" : ડ્રગ્સ મુદ્દે ડિબેટ કરવા MLA જિગ્નેશ મેવાણીની DyCM હર્ષ સંઘવીને ચેલેન્જ

"આવો ગુજરાત પોલીસ ભવનમાં વન ટુ વન થઈ જાય"
Published by: OBS Bureau
Last Updated: Dec 04, 2025, 07:45 AM IST

Gujarat News: દારૂ અને ડ્રગ્સ મુદ્દે હાલ ગુજરાત કોંગ્રેસે સરકાર સામે જંગ છેડી છે. ખાસ કરીને કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ગુજરાતમાં થતાં દારૂ અને ડ્રગ્સના વેપાર મુદ્દે DyCM હર્ષ સંઘવી પર સતત નિશાન સાધી રહ્યાં છે. છેલ્લાં કેટલાંક દિવસોથી આ મુદ્દે સરકારને ઘેરવા કોંગ્રેસ દ્વારા વિવિધ સ્થળોએ જુદા-જુદા કાર્યક્રમો યોજી વિરોધ કરવામાં આવી રહ્યો છે.

આજે અમદાવાદમાં બાઈક રેલી યોજીને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખે એટલેકે NSUIએ 'SAY NO TO DRUGS'અભિયાન હાથ ધર્યું હતું. ગુજરાત યુનિવર્સિટીથી રાજીવ ગાંધી કોંગ્રેસ ભવન સુધી યોજાઈ રહેલી આ રેલીમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિત કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા. ત્યારે ફરી એકવાર જિજ્ઞેશ મેવાણીએ હર્ષ સંઘવી સામે પડકાર ફેંક્યો હતો.

દારૂ- ડ્રગ્સના વિરોધમાં NSUIની બાઈક રેલીઃ

કોંગ્રેસ દ્વારા રેલી અને વિરોધ પ્રદર્શન કરી દારૂ, ડ્રગ્સ અને જુગારનું દૂષણ બંધ કરવામાં આવે તેવી માંગ સરકાર પાસે કરવામાં આવી છે. બાઈક રેલી ગુજરાત યુનિવર્સિટી કેન્ટીનથી સેપ્ટ યુનિવર્સિટીથી એચ.એલ.કોલેજ થઈ GLS યુનિવર્સિટીથી ગુજરાત કૉલેજથી રાજીવ ગાંધી ભવન પહોંચી હતી.કોંગ્રસના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે, ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે મારા વિધાનસભા વિસ્તારમાં છે. ત્યારે તેઓને આહવાન કરું છું કે, આવી જાવ ગુજરાત પોલીસ ભવનમાં ડ્રગ્સ મુદ્દે વન ટુ વન ડિબેટ કરીએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ