Home Gujarat Gujarat Congress Announces Names Of Deputy Leader Deputy Speaker Of The Assembly

ગુજરાત કોંગ્રેસે જાહેર કર્યા વિધાનસભાના ઉપનેતા, ઉપદંડકના નામ : શૈલેષ પરમાર, કિરીટ પટેલ, વિમલ ચુડાસમા, જીગ્નેશ મેવાણી નામ સામેલ, જુઓ કોને ક્યો હોદ્દો અપાયો

ગુજરાત કોંગ્રેસે જાહેર કર્યા વિધાનસભાના ઉપનેતા, ઉપદંડકના નામ
Published by: OBS Bureau
Last Updated: Jul 29, 2025, 05:07 AM IST

ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નવા નેતાની નિમણૂક કરવામાં આવ્યા બાદ હવે વિધાનસભાના કોંગ્રેસ પક્ષ નેતા ડો. તુષાર ચૌધરીએ કોંગ્રેસ પક્ષના ઉપનેતા, ઉપદંડક, ખજાનચી અને મંત્રી તેમજ પ્રવક્તાની નિમણૂક કરી છે.


કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર બન્યા

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા તરીકે શૈલેષ પરમાર તથા મુખ્ય દંડક તરીકે ડૉ. કિરીટભાઈ પટેલ નિમણુંક કરવામાં આવી છે. સાથે જ વિમલભાઈ ચુડાસમા અને ઈમરાન ખેડાવાલાની ઉપદંડક તરીકે નિમણૂક કરવામાં આવી છે.

જીગ્નેશ મેવાણી અને અનંત પટેલને બનાવ્યા પ્રવક્તા

ધારાસભ્ય દિનેશભાઇ ઠાકોરની ખજાનચી તરીકે અને કાંતિ ખરાડીની મંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે જ્યારે પ્રવક્તા તરીકે જીગ્નેશ મેવાણી અને અનંત પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now