Home Gujarat Gujarat Cold Wave Eases Wind Direction Changes

ગુજરાત ઠંડીનું જોર ઘટ્યું! : પવનની દિશા બદલાઈ, જાણો કેવું રહેશે હવામાન

ગુજરાત ઠંડીનું જોર ઘટ્યું!
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2026, 04:51 AM IST

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં અચાનક ઠંડીનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે. પવનની દિશા બદલાતા ઠંડીનો ચમકારો ઓછો થયો છે. રાજ્યના વિવિધ શહેરોમાં લઘુત્તમ તાપમાન નોંધાયું છે જેમાં નલિયામાં 13.2 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં 14.8, ડીસામાં 13, ગાંધીનગરમાં 12.8, વડોદરામાં 13.6, પોરબંદરમાં 14.3 અને રાજકોટમાં 13.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે, પરંતુ આ વર્ષે હિમાલય વિસ્તારમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી, જેના કારણે ગુજરાતમાં ઠંડીની અસર થોડી ઓછી રહી છે.

શીતલહેરની ચેતવણી

બીજી તરફ, દેશના ઘણા વિસ્તારોમાં ભીષણ ઠંડીનો પ્રકોપ યથાવત છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે અને ઘણા સ્થળોએ લઘુત્તમ તાપમાન રેકોર્ડ તોડી રહ્યું છે. અનેક મેદાન વિસ્તારોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી ગયું છે. રાજસ્થાનનું પિલાની શહેર દેશનું સૌથી ઠંડુ શહેર તરીકે નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બે દિવસ સુધી શીતલહેરની ચેતવણી આપવામાં આવી છે

ગાઢ ધુમ્મસ છવાઈ રહેવાની આશંકા

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં લોકોને ઓછામાં ઓછા બે દિવસ સુધી ઠંડીથી રાહત મળવાની શક્યતા નથી. હવામાન વિભાગે જણાવ્યું છે કે દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સતત નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. સાથે જ, આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારના વિસ્તારોમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાઈ રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં પવનની દિશા બદલાવાના કારણે ઠંડી થોડી ઘટી

આ રીતે, જ્યાં એક તરફ ગુજરાતમાં પવનની દિશા બદલાવાને કારણે ઠંડી થોડી ઘટી છે, ત્યાં બીજી તરફ ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હજુ પણ કડકડતી ઠંડી અને શીતલહેર લોકો માટે મુશ્કેલી ઊભી કરી રહી છે. હવામાન વિભાગ અને નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી ચેતવણીઓને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now