આજે ગાંધીનગરના કમલમ ખાતે ભાજપના ધારાસભ્ય-સાંસદની બેઠક યોજાઈ હતી. જેમાં સી આર પાટીલ તેમજ રત્નાકર સહિતના ભાજપ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં સેવા પખવાડિયાનાં કાર્યો અને આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મીડિયા સાથેની વાતચીતમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ મોટા સંકેત આપી દીધા છે. જે બાદ રાજકીય ગલિયારીઓમાં મંત્રી મંડળના વિસ્તરણની અને નવા પ્રદેશ પ્રમુખની વરણીને લઈ ચર્ચા તેજ થઈ છે.
"આપણે સત્વરે બેવાર મળીશું"
પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, "આપણે સત્વરે બેવાર મળીશું"
ભાજપ સેવા પખવાડિયાની ઉજવણી કરશે
કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમજ સંગઠન મહામંત્રી રત્નાકર આગેવાનીમાં આ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મદિવસની ઉજવણી સેવા પખવાડિયા તરીકે કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠકમાં RSSના ગુજરાત પ્રાંત કાર્યવાહ શૈલેષ પટેલ હાજર રહ્યા
આપને જણાવીએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત "સેવા સપ્તાહ" તરીકે ભાજપ ઉજવશે. આજની બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, મુખ્યમંત્રી સહિત પાર્ટીના તમામ ધારાસભ્યો અને સાંસદો હાજર રહ્યા હતા. સાથો સાથ ભાજપના હોદ્દેદારો પણ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં RSSના ગુજરાત પ્રાંત કાર્યવાહ શૈલેષ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા.
રક્તદાન,સ્વચ્છતાના કાર્યક્રમ યોજાશે
ભાજપ 17 સપ્ટેમ્બરથી થી 2 ઓકટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરશે. જેમાં 25 સપ્ટેમ્બર પંડિત દીનદયાળની જનમ જયંતિ આવે છે, જેની પણ ઉજવણી કરવામાં આવશે. રાજ્યમાં રક્તદાન,સ્વચ્છતાના કાર્યક્રમ કરવામાં આવશે.






